બની જશે – મરીઝ

સ્વર – સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

.

જ્યારે કલા કલા નહીં, જીવન બની જશે,
મારું કવન જગતનું નિવેદન બની જશે.

જે કંઈ હું મેળવીશ હંમેશા નહીં રહે,
જે કંઈ તું આપશે સનાતન બની જશે.

તારું છે એવું કોણ કે માગે સ્વતંત્રતા !
મારું છે એવું કોણ કે બંધન બની જશે.

આંખો મીંચીને ચાલશું અંધકારમાં ‘મરીઝ’,
શંકા વધી જશે તો સમર્થન બની જશે.

– મરીઝ

————
અને હા, આજે શમ્મી કપૂરને પણ યાદ કરીને Happy Birthday કહીએ ને ? 🙂

7 replies on “બની જશે – મરીઝ”

  1. હુ જયારે ફેલોશિપ સ્કુલમા ૧૯૬૦ -૧૯૬૪ વિદ્યાર્થિ હતો તે જમાનામા પુરુષોત્તમ ઉપાધ્યાય
    સ્કુલના પ્રોગ્રામોમા ગાવા આવતા હતા તે મને યાદ આવે છે. મારા ૪૩ વર્શના અમેરિકાના વસવાટ પછી આ ગીત સાભ્ળાથી એવુ કહુ છુ કે પુરુષોત્તમ ઉપાધ્યાય
    ગુજરાતના મહમદ રફિ છે. એમના ગયેલા દરેકે દરેક ગીત સાભળવાથી મઝા આવે છે.

  2. પુરુષોત્તમ ઉપાધ્યાય..નુ જીવન બની જ ગયુ છે…
    Really Excellent…..અને
    શમ્મી કપૂરને પણ Yahoooooooooooo

  3. An excellent composition by purushottambhai of a very delicate ghazal of mareez. my favourite, i have presented this in many mehfils. At 65, i m a student of sugam sangeet.

  4. સુન્દર ગઝલ , ગયકિમાના બે અન્તરા મલેી શકે તો સારુ.

  5. સરસ ગઝલ છે.

    શમ્મી કપૂરને જન્મદિન પ્રસંગે હાર્દિક શુભેચ્છાઓ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *