લીલાછમ પાંદડાએ મલક્તાં મલક્તાં
માંડેલી અચરજની વાટ
ધરતીને સીમમાં જોઇ એકલીને એને
બાઝી પડ્યો રે વરસાદ.
પહેલી ટપાલ જેમ આવેલા વાયરાએ
ઘાસના કાનમાં દીધી કંઇ ફૂંક
ધરતી સાંભળતાં સાંભળે એ પહેલાં
કોયલના કંઠમાં નીકળી ગઇ કુક
આઠ આઠ મહિને પણ આભને ઓચિંતી
ધરતી આવી ગઇ યાદ…
ડુંગરાઓ ચૂપચાપ સ્નાન કરે જોઇને
નદીઓ પણ દોડી ગઇ દરિયાની પાસે
એવામાં આભ જરા નીચે ઝૂક્યું ને
પછી ધરતીને ચૂમી લીધી એક શ્વાસે
ધરતીને તરણાં ઓ ફૂટશે ના વાવડથી
આભલામાં જાગ્યો ઉંન્માદ …
[…] એ એનાં ટહુકામાં મુકેલુ મુકેષ જોશી નું ‘વરસાદ’ ગીત યાદ આવી ગયું. એમાં મે કઈંક આવા […]
[…] ખંડાલાનું સૌંદર્યં ચરમસીમાએ-ચોમાસામાં ચોમાસાંનું કુદરતી સૌંદર્ય માણવાં ખંડાલા-લોનાવલાં અમે ઘણી વખત જતાં. મારી પ્રાર્થના રહેતી કે ખુબ વરસાદ પડે, નદી નાળાં છલકાઈ જાય અને સાથે સાથે આભ ને ચુમતાં વાદળો મન મુકી ને પોતાને સુંદરતા વિખેરે. અસંખ્ય ધોધ નાનાં મોટાં ડુંગરાઓ માંથી માર્ગ કાઢતાં કાઢતાં, ખળ ખળ વહેતી નદીઓમાં સમાવા અને પછી અરબી સમુદ્ર તરફ ધસમસતાં જોતાં નિહાળવાં એટલે જાણે દુનિયાભરની સુંદરતાને મનનાં અરીસામાં હમેશ માટે કંડારી હ્ર્દય માં સ્થાપી કુદરતને પામવું. ખંડાલા જવાં માટે મારી માનીતી ‘ડેક્કન ક્વીન’ ટ્રેન માં હું બેસતો તે પણ બારી પાસે જ.સહ્યાદ્રીનાં પર્વતોને વિંધી ને આગળ વધતી ટ્રેનની બારી માંથી મદમસ્ત વાદળો મને મળવાં આતુર જણાતાં. બારી માંથી હાથ કાઢી એ ભીનાં વાદળોને સ્પર્શવાનો આનંદ કઈંક અનેરો જ હતો. ઈંડિઅન રેલ્વે ફેન ક્લબ ની વેબ સાઈટ પર થી એ સુંદરતા નો થોડો અનુભવ કરો:મંકી હીલ અને ખંડાલા જયશ્રી એ એનાં ટહુકામાં મુકેલુ મુકેષ જોશી નું ‘વરસાદ’ ગીત યાદ આવી ગયું. એમાં મે કઈંક આવા પ્રતિભાવો આપ્યાં હતાં. […]
બહોત ખુબ…
ના કહેતા પણ “અમી” આવી જ ગઈ…
Happy to see the web site first. Mukesh Joshi is my favourite poet especially for his songs (Geet). I like the imagination of the poet. All poems here are very nice. I love all of them. I have a suggetion, Please include Mukesh Joshi’s poem “Kalmindh Paththar – Laage chhe Dariyane Maa nahi hoy” (From book “Tran”). It’s beautiful & very touching poem. Thank You for making such a beautiful web site.
wow, really good, here in desert (las vegas) , this make me remind indian monsoon season. thanks
સુરેશભાઈ,
આખી કવિતા જ મૂકી દીધી હોત તો વધુ મજા ન આવત?
ખરેખર ખુબ જ સરસ …..જુના સ્મરણો યાદ આવી જાય છે..હ્રદય મા ઉતરી જાય એવુ આ ગીત છે.
મુકેશ જોષી નું આ ગીત કુદરતી સૌંદર્ય ના સ્વરુપે મન ની લાગણીઓ ને વાચા આપતું લાગે છે.’લીલાછમ પાંદડા’ અને એ પણ પાછા ‘મલકતાં’, ‘ધરતી’, ‘વરસાદ’, ‘ડુંગરાઓ’,’દરીઓ’, ‘નદી’ અને ‘આભ’ – એ બધાં ને મેં મારી આંખો માં સમાવી દીધાં ત્યારે ખંડાલા-લોનાવલા માં ગાળેલાં ચોમાસા ના ત્રણ દિવસો યાદ આવી ગયાં. ફરક એટલો જ કે ત્યાં અસંખ્ય નાનાં ઝરણાંઓ અને તેજગતી એ ઉછળતાં ધોધ – નદીઓ ને મળવાં બેચેન જણાયાં.
નિહાળો: http://www.rediff.com/travel/1998/sep/19khan1.htm
http://travel.webshots.com/photo/1175632004030417864ZCgtjD
અને http://www.trekearth.com/gallery/Asia/India/West/Maharashtra/Khandala/photo436091.htm
જય
સુંદર સજીવારોપણ. નીનુ મજુમદારની ચંપા વાળી કવિતા યાદ આવી ગઇ.
એક સુસ્ત શરદની રાતે….