આજની તારીખ કે આ ગીતને કોઇપણ પૂર્વભૂમિકાની જરૂર જ નથી..!
સ્વર – સંગીત : પરેશ ભટ્ટ
.
મારું જીવન એ જ મારી વાણી, બીજું એ તો ઝાકળ પાણી.
મારા શબ્દો ભલે નાશ પામો, કાળ ઉદર માંહી વીરામો.
મારા કૃત્ય બોલી રહે તો ય, જગે કેવળ સત્યનો જય.
મારો એ જ ટકો આચાર, જેમાં સત્યનો જયજયકાર.
સત્ય ટકો, છો જાય આ દાસ, સત્ય એ જ હો છેલ્લો શ્વાસ.
એને રાખવાનું કોણ બાંધી, એને મળી રહેશે એના ગાંધી.
જન્મી પામવો મુક્ત સ્વદેશ, મારું જીવન એ જ સંદેશ.
– ઉમાશંકર જોશી
વાહ ખુબજ સુંદર આવી રચનાઓ હવે દરેક યુવાનોએ સાંભળવી જોઈએ અને શું બલીદાન મહાપુરુષોએ આપ્યા છે. એનો ખ્યાલ આવે પરેશભાઈએ ખુબજ સુંદર ગાયું છે. અને ખૂબજ સુંદર લખાયું પણ છે
ખુબ સુંદર રચના. સ્વર દેહનું પણ અનોખું આકર્ષણ.
અતિ ઉત્તમ કાવ્ય ર ચના.
મારુ જિ વન એજ મારેી વાનેી સાર્થક કરેી બતાવ્યુ.
બાપુને કોતેી કોતેી વન્દન્.
પરેશ્ભૈ નિ આ શ્રેશ્ઠ રચનાઓ પૈકિ નિ એક અલભ્ય રચના ઊમાશન્કરજિના અમર શબ્દોમા…… બસ દિલ એક અલગ દુનિયામા પ્રવાસે નિકળયુ….. આનન્દો…..
[…] વિષય ની વિવિધતા થી અત્યંત સમૃદ્ધ છે (મારું જીવન એ જ મારી વાણી, માઇલોના માઇલો મારી અંદર, કોઈ જોડે કોઈ […]
pujaya umaashanker joshi and paresh bhatt’s combitions is really excellent.I heard this song in some television programme.”kanthe kalam naa moti”sung by kalyani khothanker and some male voive which i ferget but superb composition.Thanks Jayshree.
સરસ અજ્નિ તારિખકે આ જ સરસ્
i hav ths same recording little better audibility.how to make it available to all our tahuko nd gujarati song lovers?
સાચા વૈષ્ણવ ને પ્રણામ..શ્રધાંજલી
પુજ્ય બાપુને કોટિ-કોટિ પ્રણામ…!!!કવિવર્ય ઉમાશન્કર જોશિનિ રચના અદ્બુત્….!!!!
જેટલું સુંદર કાવ્ય, એટલું જ સુંદર પરેશ ભટ્ટનું સ્વરનીયોજન અને એટલું જ સુંદર એમનું ગાયન. આ ગીત સર્જક કવિની ઉપસ્થિતિમાં જ પરેશભાઇને ગાતાં સાંભળવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું હતું. ઉમાશંકર મુગ્ધભાવે ડોલતા હતા એ પણ યાદ છે.
ગાંધીજીએ બંગ ભાષામાં લખેલ વાક્ય ” આમાર જિબોન આમાર બાની ” પરથી
ઉમાશંકર જોશીએ લખેલ કાવ્ય “મારું જીવન એ જ મારી વાણી, બીજું એ તો ઝાકળ પાણી”
અને રવીન્દ્ર્સંગીતની અસર સાથે પરેશ ભટ્ટે આ કાવ્યને અદભૂત સ્વરદેહ આપી અમરત્વ
આપી દીધું છે.
લાગણી સાથેની માગણી પૂરી કરવા બદલ આભાર.
સત્ય ટકો, છો જાય આ દાસ, સત્ય એ જ હો છેલ્લો શ્વાસ.
એને રાખવાનું કોણ બાંધી, એને મળી રહેશે એના ગાંધી.
ઉત્તમ કવિતા… અને સુંદર સ્વરાંકન અને વારંવાર સાંભળવા મજબૂર કરે એવી ગાયકી….
જયશ્રીબેન,
આજ ના “ટહુકા” એ ખુબ જ આનંદ આપ્યો. ગીત જેટલું સ્વર અને સંગીત સરસ હોતે તો ત્રણનો સંગમ ત્રિવેણી સંગમે સ્નાન કરવાના આનંદ સમાન બની જાતે. વધુ આનંદ એટલે આવ્યો કે મેં તમારી પાસે માંગણી કરી હતી કે તા.૧૪ ફેબ્રુઆરી ૨૦૧૦ના દિવસે (સાંજે પાંચ થી સાત) ભુત પુર્વ વિધ્યાર્થી “શેઠ આનંદીલાલ પોદાર હાઈસ્કુલ” સાન્તાક્રુઝ મુંબઈ મળી રહ્યા છીએ અને આ નિમિતે એક સોવેનીયર બહાર પાડીશું તથા પંચરંગી મુંબઈની પંચરંગી ભાષામાં ચાલુ થયેલી ને ચાલુ રહેલી શાળા પાંચ ભાષામાં ગીત સંગીત માણશે. આ સમયે આપનું આ ગીત ખૂબ જ ઉપયોગી થશે.
કારણ આ શાળાના ફાઊન્ડર ટ્રસ્ટી ૧.મહાત્મા ગાંધી ૨.મદન મોહન માલવિયા ૩. જમનાલાલ બજાજ અને ૪.શેઠ આનંદીલાલ પોદાર હતા. આપના સાસુ પણ આ શાળાના એક ભૂત પુર્વ વિધ્યાર્થી છે, તેથી આ ગીત આ બાપુનો ફોટાને હું કીંમતિ યોગદાન ગણું છું. આભાર.
ચન્દ્રકાન્ત લોઢવિયા.