( લિપિ જળની…. Fort Bragg – California, August 2008 )
* * * * * * *
સખીરી, કેમ ઉકેલું લિપિ જળની
તરંગ લિસોટે પડી છાપ તો
ઘટના પળ બે પળની
સખીરી, કેમ ઉકેલું લિપિ જળની
પરપોટાનું પોત : પવનનાં પગલાં
તરતાં નર્યા સપાટી ઉપર જી.. રે
સ્પર્શે ઊગે – સ્પર્શે ડૂબે
નહીં રે તળને લેણદેણ કે જાણ લગીરે
પરગટ પારાવાર – ને નીંભર
ટેવ પડી ટળવળની
સખીરી, કેમ ઉકેલું લિપિ જળની
સુસવાટાનો નાદ સાંભળી, ખળખળતું
એકાન્ત ટકોરા મારે લીલા
જળરાશિનું નામ હવેથી પ્રગટ રહીને
કહેવાશે અટકળિયા ચીલા
ભાવગત આ અક્ષરિયત – ને
છળમય ભાષા તળની
સખીરી, કેમ ઉકેલું લિપિ જળની
– સંજુ વાળા
panimathi peda thael jiv prakrutina kavyo to sunder tamj hoi shake.kavya mamlavta panino pravah khal khal vaheto thai jay ane haiyane bhinjavi nakhe.shu kudaratnu best mano ramya drashya chhe?teni same valopat shane?huto onterio lakene kinare be mas rahine man bhari divaso manya.yaadathi dil tarbatar thai jay chhe.kavya swarup fute chhe pan kyato te ratre suvano time hoy ke pachhe rasoi karata sfuran thayu hoy pan khub aanand aave.sar sar hodi havana sapatathi pani uppar laherati marga karti jati hoy,uppar anek helikopterna ane vimanana lisotao aavnavi aakrutinu sarjan kare ane same bet nu drashya hoy,anek hodi langareli dekhati hoy,maletujarna bunglowsni har dwipma hoy.balko hoy ane bagichao hoy pachhi kavya autometic ani jagya kari lechhe.maja aave.
hello sir
kubh maja avi kubh sundar
thanks.jayashree,vivek,sudhir. this song is pub.in my poetry collection kaik\kashunk\athava to….[1990].and resant issue of samipe editet by shirish panchal . re thans.
સુંદર ગીત !
સરસ ગીત . આવી કવિતા મૂકતા રહેજો .
ફોટોગ્રાફ પણ સરસ…
સુંદર ગીત…. પરાણે ગીત ગણગણવું પડે એવો અરુઢ લય…
કવિ-મિત્ર શ્રી સંજુ વાળાનું સુંદર ગીત. મજા આવી.
સંજુભાઈ ઇ-મેઈલ કરશૉ તો આનંદ થશે.
sudhir.patel@flextronics.com
આભાર.
સુધીર પટેલ.