કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી.. – અવિનાશ વ્યાસ

આમ તો ચાર વર્ષથી ટહુકો પર ટહુકતું આ ગીત – આજે રક્ષાબંધનના દિવસે ફરી એકવાર…નવા સ્વરમાં….
ગીત છે જ એવું મઝાનું – વારંવાર સાંભળવાનું ચોક્કસ ગમે.. અને રક્ષાબંધનનો દિવસ હોય પછી તો આ ગીત યાદ ન આવે એવું બને? બધાને બળેવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!!

અલ્પેશભાઇ,
તને પણ રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..! ખૂબ ખૂબ વ્હાલ સાથે.. Happy રક્ષાબંધન..! 🙂

.

_________________

Posted on August 27, 2007

આ ગીત ગયે વર્ષે પણ રક્ષાબંધનને દિવસે મુક્યું હતું, તો હું આ વર્ષે ટહુકો પર મુકવા માટે બીજું કોઇ ગીત વિચારતી હતી, પણ આ ગીત જેવું બીજું કંઇ મળ્યું જ નહીં.

અને આ વર્ષની રક્ષાબંધન તો મારા માટે ઘણી જ ખાસ છે, ૪ વર્ષ પછી હું રક્ષાબંધનને દિવસે ભાઇ ને મારા હાથે રાખડી બાંધીશ.

બીજું તો શું કહું, આ ગીત સાંભળો, અને રક્ષાબંધનના દિવસની ખુશી મનાવો… 🙂

———————————-

Posted on August 8, 2006

આજે રક્ષાબંધન.

મારી સંગીતની દુનિયા પર સૌથી મોટો પ્રભાવ મારા મોટાભાઇનો. એમને ગમતા ગીતો અને સંગીત મને ગમે જ. કોઇવાર તરત જ… કોઇવાર મહિનાઓ કે વર્ષો પછી..

મોટેભાગે એવું થાય છે કે આ ગીત સાંભળું, અને ભાઇને બહુ યાદ કરું. આજે ભાઇ બહુ યાદ આવે છે, એટલે વારંવાર આ ગીત સાંભળું છું.

raksha

સંગીત – અવિનાશ વ્યાસ
સ્વર – આશિત દેસાઇ, ફોરમ દેસાઇ
ગુજરાતી ફીલમ – સોનબાઇની ચૂંદડી (૧૯૭૬)

.

કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી
ભાઇની બેની લાડકીને ભઇલો ઝુલાવે ડાળખી…

લીંબડીની આજ ડાળ ઝુલાવે, લીંબોળી ઝોલા ખાય,
હીંચકો નાનો બેનનો એવો, આમ ઝુલણ્યો જાય,
લીંલુડી લીંબડી હેઠે, બેનીબા હિંચકે હીંચે……….કોણ…

એ પંખીડા, પંખીડા, ઓરા આવો એ પંખીડા,
બેની મારી હીંચકે હીંચે, ડાળીઓ તું ઝુલાવ,
પંખીડા ડાળીએ બેસો, પોપટજી પ્રેમથી હીંચો……કોણ…

આજ હીંચોડુ બેનડી, તારા હેત કહ્યા ના જાય,
મીઠડો વાયુ આજ બેની તારા હીંચકે બેસી જાય
કોયલ ને મોરલા બોલે, બેની નો હીંચકો ડોલે…..

કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી
ભાઇની બેની લાડકીને ભઇલો ઝુલાવે … બેનડી જુલે …ભઇલો ઝુલાવે ડાળખી.

———

ઘણું બધુ લખવાની ઇચ્છા થાય છે, પણ તોયે કંઇ સુઝતુ નથી. પ્રભુને પ્રાથના કરું છું કે સુરતને જેમ બને એમ જલ્દી પૂરની આ મુશ્કેલીમાંથી ઉગારે. રક્ષાબંધન જેવો સારો દિવસ સુખરૂપ પસાર થાય…

182 replies on “કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી.. – અવિનાશ વ્યાસ”

  1. પાંચ વરસની પાંદડી ને એનો દોઢ વરસનો ભાઈ—–શોધું છું—મદદ કરો કોઈ—-

  2. ખુબજ સરસ ગીત અને છેલ્લો અંતરો તો દિલ હલવી જાય છે. મારે બેન નથી, પણ ફઈબાની દિકરી પિંકી કે જેનું કાલે અવસાન થયુ ત્યારે આજે આ ગીત સાંભળી દિલ રડી ઉઠ્યુ. આભાર જયશ્રી.

  3. ઘણા વખતે આ ગીત સાંભળવા મળ્યુ.
    તમારો ખુબ ખુબ આભાર…….

  4. મને આ ગિત બહુ ગમ્યુ……..

    આ ગિત મા ભાઇ-બેન વચ્ચે નો પ્રેમ વ્યક્ત થયો……….

  5. આંખ માંથી આંસુ આવી ગયા.
    ગનો આભર્ મને દેશ યાદ અવયો. soory for my bad gujarati typing

  6. ભાઇ સાથે વાત કરતી હતી ત્યારે એને આ ગીત ગમે સે એમ કહ્યુ અને મે tahuko મુકી દીધા. THANK YOU BHAVSAR UNCLE,FOR LETTING ME KNOW ABOUT “TAHUKO.COM.” THANK YOU “TAHUKO TEAM.”

  7. Jayshreeben,
    I have 4 sisters,all out of station.Really feel myself sorry for not having any of 4 with me today.
    Anyway it is part of our life.
    There were tears in my eyes today by listning kon halave limbdi songs.
    Thanks.
    Kirit Bhagat

  8. Ma’am ,

    No words to express my sincere appreciation, what you are doing for the Gujarati community. But let me be blunt, this is valuable for the sister and brother who really cares and love each other. Many materiliastic brothers and sisters would not understand and value such sentimental songs. This I have seen and experienced in my life.

    From kaushik & Bharti Sheth
    Fairfax, VA, USA.

  9. ૦૫-ઔગ્સ્ત્-૨૦૦૯
    રક્ષાબંધન ની શુભકામનાઓ…
    Happy Rakhi…

    CITY TILES
    MORBI

  10. રક્ષાબંધનને દિવસે અચુક યાદ આવતુ ગીત સાભલિ આંખ ભીની થ્ઈ આજે . મધુર રચના અને
    મધુર સંગીત.

  11. Thanks for such a wonderful song online..
    We love our sister.

    Really good work. And keep on updating us over our Gujarati

    once again thanks for song

  12. મને આ ગાયન બહુજ ગમ્યુ ચ્હે આ ગાયન બહેન થેી દુર થાય તો ખબર પદે

  13. આ ગેીત હ્રુદયને રદાવેી દે ચે. હ્નુ પન મર ભાઈ થેી દુર થોદા સમય્ માતે ચ્હુ.

  14. i really miss my brother as i just got merried..n this song remind me those small small but very specail moments which we spent together..

  15. આંખ ભીની થ્ઈ આજે, મારો વીરો યાદ આવી ગયૉ. કેટ્લૂ મીથુ ગીત છે.
    thanks jayshree.

  16. હુ સોધ્તો તો તે હાલ્રરદા આજે મલિ ગયા. ખુબ ખુબ આભર તમારો.

  17. કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી.. – અવિનાશ વ્યાસ

  18. Hi, thanks for posting such a wonderful song online..
    My all favourite song…
    I mam really missing my sis after this song.
    thanks once again

    Thanks Jay Shree

  19. શુ શારુ ગેીત ઘનુ ઘમ્યુ મને ફરિ ફરિ શાભલઆનુ

  20. Hi,

    You collection is amazing. Specially this song. This is the first new year when my sis is away from me. And when I heard this song, Words came out of my eyes instead of my mouth.
    There were only two instances when I cried in my office, one was when the flood of Surat spoiled the Rakshabandhan and another one is today while reading this song.
    Really good work. And keep on updating us over our own rich Gujarati Sahitya

  21. hi,

    Thanks friend for this song.

    this song touch the heart when i hear this song tears come from eyes.

    thanks friend

  22. ગુજરાતી ભાષાને માણવા માટેની આટલી સારી જગ્યા ઈન્ટરનેટ પર મળશે તે સુખદ આશ્ચર્ય ! માનીએ તેટલો આભાર આ પ્રયત્ન માટે અધૂરો ! લાખ લાખ અભિનંદન !

  23. I feel very touchy to read very innocent comments from brothers to sisters on eve of Raksha Bhandham Day.
    Hindu religeion has all the festivals to keep our bond intact between brother & sisiters and also parents Teachers and GURU.
    Regards,
    Manher Desai

  24. bhai bahen na anokha sneh no jawab aa geet per thi yaad aavse,Juda raheta bhai bahen na sneh ne aa geet ganu saru chhe

  25. મને આ ગેીત બહુ ગમ્યુ મને પન બહેન નિ યાદ આવિ ગય

    I remember my sister When I listen this song,
    I know that I have lots off “Zodni mistake” in above sentence.But I am trying to practice with gujarati keypad.
    I will try to write perfect sentence without any spelling mistake.

    Sorry about that

    Thanks Jay Shree

  26. આ ગેીત મને બહુ જ ગમ્યુ ચે નાન્પન થિ ,મને મારા બને ભઈલા બહુ જ યાદ આવિ ગયા,સાચે આખ મા આન્શુ આવિ ગયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *