(ગીત સાંભળીને મેં અહીં શબ્દો લખ્યા છે. જ્યાં ભૂલ થઇ હોય ત્યાં ઘ્યાન દોરવા વિનંતી કરું છું. સાથે જ્યાં મારાથી શ્બ્દો નથી પકડાયા, ત્યાં પણ તમારી મદદની આશા રાખું છું )
.
શમણાંઓ પહેરીને ઉભા હોય દહાડા, રજની નવડાવે હુંફાળા હેતે….
આવું સર્જાય જો મનગમતું મ્હાયરું, આંખોના(?) અંગના જાય નાચી…
ઉગમણે ઉગીને આથમણે ડુબતો, બેઠો છે સૂરજ જઇ સંધ્યાની ગોદે
અજવાષો વ્હેચીને ખાલી થઇ ગ્યાનો, સહેજે ઘબરાટ ના અંધારી સોડનો..
આવું હરખાય જો થનગનતું મ્હાયરું, આંખોના રંગના જાય મોજી…
શમણાંઓ પહેરીને….
સાગરિયા ઘૂઘવાટો પીધા છે આજે, તોયે નાવો તો છે એવી ને એવી..
તાંડવિયા સૂસવાટો ઝિલ્યા છે આજે, તોયે વાટ્યો ના થઇ કદી મેલી..
આખું લજવાય જો રસવંતુ પોયણું, આશો ના પંથ જાય પહોચીં..
શમણાંઓ પહેરીને….
Correct lyrics of સ્થાયી:
શમણાંઓ પહેરીને ઉભા હોય દહાડા, રજની નવડાવે હુંફાળા હેતે….
આવું સર્જાય જો મનગમતું મ્હાયરું, આભોના અંગના જાય નાચી…
હાલમાં જ નવરાત્રીમાં આ ગીત વગાડ્યું તેથી મારા ધ્યાને આવ્યું. અમારા દ્વારા નવરાત્રી પર પર્ફોર્મ કરેલું આ ગીતની લિંક પણ અહી આપું છું.
https://drive.google.com/file/d/0B081oH2J6POgMWwwc0RMZWNUeU0/view?usp=sharing
સુંદર ગીત. થોડા સુધારા..
આંખોના અંગ જાય નાચી
બીજી વારમાં
આંખોના રંગ થાય મોજી
I have been searching for this. thanks a lot to make it possible
shu vat chhe !!!!!! hu nachi uthyo!!!!!! ek ek pankti hraday sparshi !!!!!!
સુધારો જે મને સમજમા આવ્યુ તે મુજબ્
આન્ખોના અન્ગ જાય નાચ્હિ
આન્ખોના રન્ગ જાય મોજિ
Phir se Ek Salam aapko Sir
kindly help listen this song
ીરગેીત સમ્ભ્લતુ નથિ
error in playing ..
રિષભ વ્રુંદ ની આ બહુ જ સરસ રચના છે. એવી જ બીજી એક સુંદર રચના છે ‘રાત રુપે મઢી ને રતન ટાંક્યા, યમુના ને આરે તો યે વાગી ના શ્યામ તારી વાંસળી’. જો તમારી પાસે હોય અને અહીં મૂકશો તો ખૂબ ગમશે.
ખૂબ જ સુંદર રચના છે. વડોદરાનાં માં આર્કી ગૃપ દ્દારા આ રચના કંઠસ્થ કરવામાં આવી છે. અચલ મહેતાના મધુર સ્વરમાં આ રચના સાંભળવાની અને સાંભળતા સાંભળતા કલ્પના સૃષ્ટિમાં વિહરવાની મજા જ કઈક ઓર છે.
સિદ્ધાર્થ
http://drsiddharth.blogspot.com
jmvસાગરના ઘૂઘવાટો પીધા છર્તાં યે નાવ એવી ને એવી ?વાહ કવિ !