સ્વર : દિવાળીબેન ભીલ, લખાભાઇ ગઢવી
સોના વાટકડી રે કેસર ઘોળ્યાં, વાલમિયા,
લીલો છે રંગનો છોડ, રંગમાં રોળ્યાં, વાલમિયા.
નાક પરમાણ રે નથડી સોઇં, વાલમિયા,
ટીલડીની બબ્બે જોડ્ય, રંગમાં રોળ્યાં, વાલમિયા.
પગ પરમાણે રે કડલાં સોઇં, વાલમિયા,
કાંબિયુંની બબ્બે જોડ્ય, રંગમાં રોળ્યાં, વાલમિયા.
કેડ પરમાણે રે ઘાઘરો સોઇં, વાલમિયા,
ઓઢણીની બબ્બે જોડ્ય, રંગમાં રોળ્યાં, વાલમિયા.
હાથ પરમાણે રે ચૂડલા સોઇં, વાલમિયા,
ગૂજરીની બબ્બે જોડ્ય, રંગમાં રોળ્યાં, વાલમિયા.
ડોક પરમાણે રે ઝરમર સોઇં, વાલમિયા,
તુળસીની બબ્બે જોડ્ય, રંગમાં રોળ્યાં, વાલમિયા.
કાન પરમાણ રે ઠોળીયાં સોઇં, વાલમિયા,
વેળિયાંની બબ્બે જોડ્ય, રંગમાં રોળ્યાં, વાલમિયા.
મસ્ત ગીત હો… બોવ જ ગ્મ્યુ….
જુનિ યાદો તાજિ થૈ લાબા સમય બાદ્. ૪૦વર્સ પાહેલા કોલેજ ના પાહેલા વર્સ મા થિ આમન્ત્રિત્ ભુત પુર્વ વિદયાર્થિનિ તેરિકે હાઇસ્કુલ ના વર્સિક માહોત્સવ મા આ ટીપણી ન્રુત્ય કરેલુ. દિલ ખુશ કર્તો આ ટ્હુકો આ ખોયેલિ યાદો ને જગાવ તો ટ્હુકો..ખુબ ખુબ આભાર્…વેરિ નાઈસ વેબ સાઇટ..
Very nice vebsite. Enjoyed it so much.Thank you
મજા આવઇ અભાર
એલપીના યુગનું આ ગીત અને તેમાંય શ્રી લાખાભાઈ ગઢવીનો સાથ દિવાળીબેન ભીલને…વાહ વિતેલા યુગમાં ખોવાઈ જવા માટે પુરતું છે.
ટહુકાનું નવું પેજ લાઈટ બ્લ્યુ સ્કીન સાથે મનમોહક લાગે છે.
કવિતાઓ આમેય સ્વભાવે શાંત પ્રકૃતિની હોય છે તેવી રીતે આ લાઈટ બ્લ્યુ સ્કીન પણ એકરીતે શાંતિનો સંદેશ આપે છે. યુનાઈટેડ નેશન નો કલર પણ આવો જ છે.
એક સુચન..
આપના અભિપ્રાયોમાં પહેલાંની જેમ એક લીટી કે અડધી લીટીમાં વાચકના અભિપ્રાય મુકશો તો કોઈ રસપ્રદ અભિપ્રાય પર તુરંત ક્લીક કરી શકાય.
આભાર.
જુની પ્રક્રુતીનુ ગેીત
khub saras,khub saras,
diwaliben bhil,
kutchhi nava varash na abhinandan +++++
Old is Gold…….thanks
ઓહ માય ગોશ, દિવલિ બેન ભિલ. નામ તો બહુજ સામ્ભ્લુયુ હતુ પન આજે પહેલિ વખત દિલ દઇને સામ્ભ્લ્યા. થેન્ક્સ ટહુકો. મયન્ક ભાવ્સાર્, અમદાવાદ.