ધરાનું બીજ છું પણ ફસલમાં આવું તો કે’જે
નીકટ હોવા છતાં તારી નજરમાં આવું તો કે’જે
સમયથી પર થઇને હું ક્ષિતિજની પાર બેઠો છું
દિવસ કે રાતના કોઇ પ્રહરમાં આવું તો કે’જે
બદલતી ભાવનાઓ ને પરાકાષ્ઠા છે સર્જનની
હું કોઇની કે ખુદ મારી અસરમાં આવું તો કે’જે
જો આવીશ તો ફક્ત આવીશ ઇજનના ભાવ લઇને
વિવશતા કે વ્યથા રૂપે ગઝલમાં આવું તો કે’જે
મને મળવા ચીલાઓ ચાતરીને આવવું પડશે
હું કોઇ પંથ કે કોઇ ડગરમાં આવું તો કે’જે
પરમ તૃપ્તિને પામીને હવે છું મુક્ત મારાથી
નદીની વાત કે જળની રમતમાં આવું તો કે’જે
તુ જોજે ફાંસની જેમ જ ખટકવાનો છું છેવટ લગ
કદી હું ક્યાંય લોહીની ટશરમાં આવું તો કે’જે
એક વર્ષ અગઔની મારી ટીપ્પણી વાંચી બે લીટીનો ઉમેરો કરવાની લાલચ રોકી શકતો નથી.આ ચાર પંક્તીઓ બહુ ગમી,
મને મળવા ચીલાઓ ચાતરીને આવવું પડશે
હું કોઇ પંથ કે કોઇ ડગરમાં આવું તો કે’જે
પરમ તૃપ્તિને પામીને હવે છું મુક્ત મારાથી
નદીની વાત કે જળની રમતમાં આવું તો કે’જે
ફરી ફરી આફ્રીન….
I have read many Gazals of many including that of Ashrafbhai.
This one is very touchy. Complements. – Viren Patel. Mumbai
I LOVE YOUR GUZAL . ACHULLY I LOVE ALL GUZAL . I SALUDE EVERY GUZAL……………….. I PROUD I M GUJRAAAAAAAAAATI…………….. NOTHING ELSSSSSSSS
I LOVE YOUR GUZAL . ACHULLY I LOVE ALL GUZAL . I SALUDE EVERY GUZAL……………….. I PROUD I M GUJRAAAAAAAAAATI…………….. NOTHING ELSSSSSSSS
ડો.અશરફભાઈ ની આ રચના ખુબ ગમી.વધુ મઝા ત્યારે આવે છે જ્યારે તેઓ જાતે આ ગઝલ અહિં શિકાગો માં કવિ સંમેલનમાં વાંચેછે.
આફ્રીન ! !અભિનન્દન્…
cant hear this guzal
આવુ આવુ લખે કોણ? સરાફી ક્યારની મૂકી દીધી તમે ? અમને ખબર પણ ન પડી !