હમણાં હમણાં
આમ તો કેટકેટલા ફોન કરું છું તને રોજરોજ !
આજે ફોન કર્યો ને સામેથી કોઇએ પૂછ્યું,
Hello, Whom, do you want ?
ત્યારે માનશે તારું નામ કેમેય યાદ જ ન આવે !
અસ્તિત્વ સાથે જોડાયેલું એક નામ
હોઠ ઉપર આવતા યુગો લાગે ?
મારી આંખ સહેજ ભીની થઇ.
હમણાં હમણાં ક્યારેક આવું બને છે !
કશુંક લેવા માટે
એક ઓરડામાંથી બીજા ઓરડામાં જાઉં છું.
ત્યાં પહોંચું ને
‘હું અહીં શા માટે ને શું લેવા આવ્યો ?’
વિમાસણમાં પડી જાઉં છું.
ખાલી હાથે પાછો ફરું છું.
હમણાં હમણાં ક્યારેક આવું બને છે !
અંધેરીની ટિકિટ લઇને હું ટ્રેનમાં બેસું છું.
લોકોની ચડઉતર વચ્ચે
કેટકેટલાં સ્ટેશન પસાર થઇ જાય છે
સ્ટેશને ઊતરું ત્યારે ખબર પડે
હું અંધેરી નહીં બોરીવલી ઊતર્યો છું
સ્મૃતિ ફંફોસું છું
ઝોકું તો નહોતું આવ્યું,
ક્યાં જવું હતું મારે ને ક્યાં આવી પહોંચ્યો !
ગભરાયેલો, પરસેવાથી રેબઝેબ થઇ જાઉં છું.
હમણાં હમણાં ક્યારેક આવું થઇ જાય છે !
very much true let us be ready to face it as it is a fact
now everyone will believe in great god and really will feel jawani jawani anne ghai chhe.
vri much true let us prepared for this
મહેરબાનિ કરિને પાર્થિવ ગોહિલ નુ ” સાત સુરોના સથવારે અમે તમને મળવા ” સામ્ભળવુ
અમારે “કથ વ્રુધ્હવસ્થાનિ “વાન્ચ્વિ હતિ …અને વાન્ચિ હવે અનિરુધ્ભત નિ વિનન્તિ ને ધ્હ્યન મા લેશોઆ ને “પરિપક્વતા”શોધ્હિને અમોને આનન્દ મલે તેમ કર્શોને જય્શ્રેીબેન્ાભાર્..જય્શ્રેીબેન્….રન્જિત /ઇન્દિરા વેદ્…
Mr. Aniruddha, u might be looking for this poem
તમે જેવા છો તેવા મને ગમો છો.
તમારો મત કે અભિપ્રાય બદલવા
કે તમને સુધારવા મરો જન્મ નથી થયો.
એટલું સમજતાં મને ૬૧ વરસ લાગ્યાં.
“તમે જેવા છો તેવા સરસ છો” એવું સમજતાં
અને “તમે જેવા છો તેવા ગમો છો”
એવું કહેતાં ંઆણે ૬૧ વરસ લાગ્યાં.
તમને જેનાથી હું હંમેશ માપતો હતો તે ફૂટપટ્ટી
અને આત વાતમાં તમારા ચહેરાની ધરતો હતો
તે દર્પણ
એ બન્નેને મેં ફ્ગાવી દીધાં છે.
૬૧ વરસ- તો પણ કશું મોડું નથી થયું
હવે હું હળવો ફૂલ થયો છું અને તમને
પ્રેમથી ભેટી શકું છું.
–વિપિન પરીખ
iam from mumbai. good poems published in news paper or magazines i keep in my wallet.
vipin parikh’s poems are very simple and realistic. i kept his poem titled” paripakavta” in my wallet,but in mumbai local train i lost my wallet. if possible add this poem in your list.
i will be very much pleased.
thanks for your effort to update gujarati poems and poets in your site.
oldman better known as sinior citizen,but are they in real sense treated as senior…?Husband and wife…after companionship and married life of 35/45/55….one is passing away,you are left alone and your body dont support you too,mentally you r not fitting anywhere and at that time you just cant live in past better you started forgetting everything………it’s a pleasure.
in old age memories don’t come singly but crowd themselves not to miss their opportunity and that creates what vipin experiences? sure he is not alone
niceone
ભલે આ વૃધ્ધાવસ્થાની વાત હોય; પણ આપણા જીવનની વ્યર્થ પ્રવૃત્તિઓને અહીં અભિવ્યક્ત કરી હોય તેમ પણ નથી લાગતું?
ક્યાં જવા નીકળ્યા હતા અને ક્યાં પહોંચી ગયા? શું લેવા આવ્યા હતા, તે પણ ભૂલી ગયા. કોણ આખા જીવનની પાછળ રહેલું છે, તે પણ ભૂલી ગયા. આ જ તો છે આપણા જીવનની કરૂણતા. બધો જ વ્યવહાર સાવ આંધળાના જગત જેવો – અસહાય, વૃધ્ધ માનવ જેવો!
વૃધ્ધાવસ્થાને જ લક્ષ્યમાં રાખીએ તો, હમણાં થોડા મહીના પહેલાં આવેલી ફિલ્મ ‘બ્લેક’ માંનો અ. બ. નો યાદગાર રોલ યાદ આવી ગયો.
વૃધ્ધ થવું પ્રકૃત્તિ છે,ડહાપણ વાપરવું સંસ્કૃતિ છે,પણ્-
ડોસા થવું એ વિકૃતિ કહેવાય.
વૃધ્ધોને ગ્રહદશા નહીં,આગ્રહદશા નડતી હોય છે.ગુણવંત શાહ.