ફાગણ આવે એટલે કેસુડાના અને હોળીના રંગોની સાથે ગુલમહોર પણ લાવે.. અતુલમાં બાળપણના કેટલાય સંભારણાઓ સાથે ગુલમહોર પણ સ્મૃતિમાં અકબંધ છે. હા, આજકલ ગુલમ્હોરને સ્મૃતિઓ અને ફોટામાં જ જોવા પડે છે! 🙁 આખી સુવિધા કોલોનીમાં કેટલા ગુલમહોર હતા એ તો યાદ નથી, પણ આખી કોલોનીનો કોઇ જ એવો રસ્તો હશે જેના પર તમને ગુલમ્હોર ના હોઇ… અનેે જ્યારે એ મહોરે.. આ હા હા..
(ગુલમ્હોર મ્હોર્યા … Photo From : Flickr – Sanju)
* * * * *
છાપરાં રાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે,
માર્ગ મદમાતા થયા ગુલમ્હોર મ્હોર્યા એટલે.
આંખની તો વાત ના પૂછો કે એને શું થયું,.
દ્ર્શ્ય સૌ ગાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે.
બાધી ના બંધાઈ કંચુકીમાં એની પોટલી,
વક્ષ ચડિયાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે.
વાયુ અણિયાળો થયો તેની ય ના પરવા કરી,
મન ઉઝરડાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે.
આ ગલીમાં, ઓ ગલીમાં આ ઘરે, ઓ મેડીએ,
જીવ વહેરાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે.
શબ્દકોશો ને શરીરકોષોની પેલે પારનાં-
પર્વ ઊજવાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે.
કઈ તરફ રહેવું અમારે, કઈ તરફ વહેવું રમેશ?
ભાન ડહોળાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે.
શબ્દકોશો ને શરીરકોષોની પેલે પારનાં-
પર્વ ઊજવાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે…ખુબ સરસ રચના.
What a sensuous poetry! A sheer visual delight. I was reminded of John Keats, the great romantic poet.
Thanks for such a delightful poetry.
ગુલ્મહોર્ની વાત આવે ત્યારે એક કવિતા મનમાં રણક્યા કરે છે
કહેતી હોય તો આપણૅ બન્ને રમીએ ખોટું ખોટું
તું ઊભે ગુલમ્હોર નીચેને હું ખેંચી લઉ ફોટું
ફોટું માંપાનેતર આવે એની પાછળૅ કમખો
કમખા પાછળૅ તું ઊભેતો હરખે મારો મનખો
મનખો તો વિત્ર્ર જવાનો જેમ વિતે ચોઘડિયા
ફૂલ ખિલ્યા તે ખરી જવાના પાછળ રહેશે થડિયા
થડિયા છાની વાત કરે છે
આ બે માણસઘેલાં
અંદર અંદર હોડ બકે છે કોણ્મરશે પહેલાં
કહેનારા છો કહ્યા કરે છે
પ્રિત ન કરીઓ કોઈ
——–
પ્રિત નગ્ રનાં પારેવાનાં મધ મીઠા કલશોરે
કોળે પાછા થડિયા ને
ફૂલ ખિલે ગુલ મ્હોરે
એ ગુલમ્હોર નીચે ઊભેતું
તો હું ખેંચી લઉ ફોટુ
કહેતી હો ય તો આપણ બન્ને રમીયે ખોટું ખોટું
————————————-
વર્ષો પહેલા વાંચેલી કવિતાનાં કવિ અને કેટલાક શબ્દો ભૂલાઈ ગયા છે
જયશ્રી બેહેને શોધી આપશો પ્લીઝ!!!
રીક્વેસ્ટ !!!!
બીના
મૂંગા મૂંગા ગીતો સાંભળ્યા કરું
પણમારે થેંક્યુ કહેવું રહ્યું
મોડું કહ્યું માટે સોર્રી
બીના ગાંધી કાનાણી
જીવ’વેહરાતા કે લેહરાતા ?
અમે મહેક્યા તમરિ કવિતા વાચિ
વસબ્ત,ફાગન,હોલિ તમે ભ્રરિ
ગુલાલ થિ અમારિ જોલિ
bhai wahhhhhh,
ramesh parekh na geet nu to khevu pde.
gulmhor par me pan 1 kvita lkhi che.
pan ha rmesh parekh jev to naij ho.
tu to mada re bhajile radhe-shyamni– i want to hear or read this song
સુંદર રચના….