હરિ, દિવાળી કરી ? – રવીન્દ્ર પારેખ

તારે તાર થતા તારાની રાત સુંવાળી કરી,
હરિ, દિવાળી કરી ?

ખૂણે ખૂણે દીવી પ્રગટે તે જોતું આકાશ,
એમ લાગતું ધરતી જાણે દર્પણ ધરતી ખાસ,
રાત, પાંખ લઇને ઊડે ન તેથી તેજની જાળી કરી…
હરિ, દિવાળી કરી ?

હરિ, દીવીની જ્યોત તમે તમને હું ફૂંક ન મારું,
તમે ઊડો તો મારે કરમે રહે ફક્ત અંધારું,
ભલા તેથી તો દીવી સઘળી લોહીને બાળી કરી…
હરિ, દિવાળી કરી ?

આખું આ આકાશ રાતનાં ઝાડની જેમ જ ખૂલે,
તારા જાણે ફૂલ હોય તેમ મઘમઘ ફાલેફૂલે,
ધરતીને કોઇ કલમ કરે તેમ નભની ડાળી કરી…
હરિ, દિવાળી કરી ?

4 replies on “હરિ, દિવાળી કરી ? – રવીન્દ્ર પારેખ”

  1. હરિ સાથેનો આ સંવાદ અને તે પણ આ લાગણીથી,

    તે ફક્ત કવિ જ નહીં પણ એક ભક્ત હ્રદય જ કરી શકે!

  2. હરિ,
    દીવીની જ્યોત તમે ,
    તમને હું ફૂંક ન મારું,
    તમે ઊડો તો ,
    મારે કરમે રહે ફક્ત અંધારું,!!!!!
    true.true.

  3. ખૂણે ખૂણે દીવી પ્રગટે તે જોતું આકાશ,
    એમ લાગતું ધરતી જાણે દર્પણ ધરતી ખાસ,

    ખૂબ જ સુંદર !!!!!!!!!!!!!

  4. હજી આજે સવારે જ લયસ્તરો પર (http://layastaro.com/?p=515) એક હરિગીત રવીન્દ્ર પારેખનું જ મૂક્યું ને ત્યાં તમારા બ્લોગ પર વળી બીજું જોયું… સાનંદાશ્ચર્ય, બીજું શું ?! સુંદર ગીત અને સુંદર ભાવ….
    અભિનંદન… આભાર !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *