લાજ રાખી છે – કૈલાસ પંડિત

સ્વર : પંકજ ઉધાસ

આલ્બમ : રજુઆત
laaj raakhi

.

ન આવ્યું આંખમાં આંસુ, વ્યથાએ લાજ રાખી છે
દવાની ગઇ અસર ત્યારે, દુવા એ લાજ રાખી છે

તરસનું માન સચવાયું ફક્ત, તારા વચન ઉપર
સમયસર આભથી વિખરી, ઘટાએ લાજ રાખી છે

ઘણું સારું થયું આવ્યા નહીં, મિત્રો મને મળવા
અજાણે મારી હાલતની, ઘણા એ લાજ રાખી છે

પડી ‘કૈલાસ’ના શબ પર, ઉડીને ધૂળ ધરતીની
કફન ઓઢાળીને મારી, ખુદાએ લાજ રાખી છે

11 replies on “લાજ રાખી છે – કૈલાસ પંડિત”

  1. ઓ પ્રિયે, પરિકરના જેવું આ જીવન આપણું
    બે જુદા શિર છે પરંતુ એક તન છે આપણું
    વર્તુળો રચવા લગીની છે જુદાઈની વ્યથા
    કાર્ય પૂરું થઈ જતાં સ્થાયી મિલન છે આપણું

  2. Pankaj Udhash “Rajuat ” Mice album…only one ghazal in this list missing from “Rajuaat” and thts “AAJ me Lakshmi ni Tasvir ne Vahenchi nakhi” if u can post tht I will be highly oblised …thnk u

  3. રજુવાત is one of the masterpiece from “KING OF GHAZALS” Shri. Pankaj Udhas.

    Can u please guide me from where a digital version of this masterpiece can be procured?

  4. ખુબ સુન્દર ગઝલ વચ્ચે અટકિ જવાથી મઝા નથી આવતિ
    દરદ ભરેલિ ગઝલ ખુબ સુનદર !!!

  5. ઘણું સારું થયું આવ્યા નહીં, મિત્રો મને મળવા
    અજાણે મારી હાલતની, ઘણા એ લાજ રાખી છે

  6. ખુબ સુન્દર ગઝલ વચ્ચે અટકિ જવાથી મઝા નથી આવતિ
    દરદ ભરેલિ ગઝલ ખુબ સુનદર !!!

  7. સરસ ગઝલ…. કૈલાસ પંડિત અને મનહર ઉધાસ- આ જોડીએ ગુજરાતી કવિતા અને સંગીતમાં જાણે જાન રેડી છે…

  8. SAD BUT COMFORTING..
    WE LOST OUR FRIEND ON 27th SEPTEMBER WHILE HE WAS HICKING DUE TO HEART ATTACK.
    TOMORROW IS HIS MEMORIAL SERVICES.
    YOUR GAZAL WAS COMFORTING TO ME AND MANY WHO IS MOURNING WITH HIS FAMILY.
    I AM ENJOYING SURFING AND FIND YOU HERE NOW !
    KEEP UP YOUR GOOD WORK.

  9. I can’t listen , as I am browsing from Uni. library. Wish you best luck.
    If I am not mistaken , this is from ‘Suraj Dhalati Sanjano’ album.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *