મુક્તકો – બરકત વિરાણી ‘બેફામ’

 

મંઝિલ બનીને આવ ન રહેબર બનીને આવ
મુઝ માર્ગમાં ભલે ન તું સહચર બનીને આવ
કિન્તુ મને ન છોડ અટુલો પ્રવાસમાં
કાંઇ નહીં તો છેવટે ઠોકર બનીને આવ

જે વસ્તુ મળી જાય તે મિલકત થાયે
દુર્લભ જે બની જાય તે હસરત થાયે
બન્નેને સમાવીને જે આવે દિલમાં
એને જો પિછાણો તો મહોબત થાયે

જયારે તું આવ મિલનકાજ, સરિતા થાજે
શોકમાં સાથી બની જા, તો મુદિતા થાજે
કિન્તુ આવે જો સમય મુજથી જુદા થાવાનો
તો બીજું કાંઇ નહીં, માત્ર કવિતા થાજે

( કવિ પરિચય )  

8 replies on “મુક્તકો – બરકત વિરાણી ‘બેફામ’”

  1. ઘના વર્શે આ મુક્તકો ફરિથિ વાચ્યા. ખુબ ગમ્યુ.

  2. મલિ ગયા હોત કાગલ ને કલમ તો અમારાથિ પન ગઝલ લખઈ જાત્;

    તારિ વેદના હુ જ જાનુ ચ્હુ પાર્થ ,

    નદ્યુ ના હોત માચ્હલુ તો ભ્રહ્માન્દ વિન્ધૈ જાત્.

    dear Jayshree ben , I like the Tahuko..

    I would like send my own and original poetry , please guide me.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *