શ્વાસના તડકા પહેર્યા હર ડગે
કંટકોના પથ મહોર્યા હર ડગે
ઘાવ ઊંડો છેક થાતો જીગર સુધી
પ્રીતના પડઘા પહેર્યા હર ડગે
કોણ જોશે રાહ છેલ્લી પળ સુઘી
શ્વાસના મૃગજળ વેર્યા હર ડગે
સૂરજ તણી પ્રતિ છાયા નીતરે
સાંજ થઇ રંગો અવતર્યા હર ડગે
જિંદગીને કેમ પાછી ઓળખું
શબ્દ કેરા પડઘા ઝર્યા હર ડગે.
( સૂરજ તણી પ્રતિ છાયા નીતરે .. એટલે? મને ખબર ના પડી )
‘કોણ જોશે રાહ છેલ્લી પળ સુઘી
શ્વાસના મૃગજળ વેર્યા હર ડગે.’
બધી જ પંક્તિઓ સરસ છે, પણ ઉપરની બે બહુ જ ગમી. હર શ્વાસ – જીવનની એક એક ક્ષણ – મૃગજળ સમાન છે. વાહ.–>
ડૉ.સાહેબ શ્રી વિવેકભાઈએ પ્રશ્નનો ઉત્તર આપ્યો
છે.બહેન ! તમે આવા ગજબના શબ્દોવાળી
રચનાઓ ક્યાંથી શોધી લાવો છો ?
સરસ !!!
પ્રતિછાયા એટલે પડછાયો, પ્રતિબંબ…
This post has been removed by the author.