આપણો સંબંધ જાણે… – અંકિત ત્રિવેદી

નવેમ્બર ૧૩, ૨૦૦૮ ના દિવસે ફક્ત શબ્દો સાથે ટહુકો પર પ્રકાશિત આ ગીત – આજે શૌનકભાઇના સ્વર-સ્વરાંકન સાથે ફરી એકવાર…

સ્વર – સ્વરાંકન : શૌનક પંડ્યા

વરસ્યા વિનાનાં વાદળાં…    Near Mount St. Helens,  Washington (Sept 2009)
વરસ્યા વિનાનાં વાદળાં… Near Mount St. Helens, Washington (Sept 2009)

આકાશે ધોધમાર બંધાતા રોજ તોય ઇચ્છા વિનાનાં સાવ પાંગળાં
આપણો સંબંધ જાણે વરસ્યા વિનાનાં રહ્યાં વાદળાં…

કોડિયામાં પ્રગટેલા અજવાળાં જેમ
એકબીજામાં ઝળહળતાં આપણે
અજવાળું ઓલવીને કેમ કરી મોકલેલું
શરતોનું સરનામું પાંપણે –

સમણાંના તુટવામાં એવું લાગે કે જાણે હાથમાંથી છૂટાં પડ્યાં આંગળા…
આપણો સંબંધ જાણે…

અંતરથી અંતર જો માપો તો આમ અમે
પાસે ને આમ દૂર દૂર…
કિનારે પહોંચેલાં મોજાંની જેમ અમે
દરિયાથી છૂટવા આતૂર…

ચહેરાના ભાવ બધા વાંચી શકાય તોય આંખોને લાગીએ કે આંધળા…
આપણો સંબંધ જાણે…

ના છૂટકે લેવાતા શ્વાસોમાં વરસતી
સંગાથે જીવ્યાંની ભૂલ
આપણા જ ક્યારામાં આપણે જ વાવેલું
સુગંધ વિનાનું એક ફૂલ.

સાથે રહ્યાંની વાત ભૂલી જઇને આજ છુટ્ટા પડવાને ઉતાવળાં…
આપણો સંબંધ જાણે…

– અંકિત ત્રિવેદી

13 replies on “આપણો સંબંધ જાણે… – અંકિત ત્રિવેદી”

  1. ankitbhai jeevanani sacchai ghani vaara varvi laage pana eeja jeevan chhe.geevananaa utrardhamaa ghanu navu jovanu ane anubhavavanu male chhe.roje navo suraj navi aasha laine aave chhe ane rat padene vaat sametai jaya chhe.kaika nava anubhav,nava ya regular karva padta karyo(javabdari)aananda sathe thhakvagar karye javto maja aave chhe.eto jeevanani sundarta chhe.pratyek line sathe dil jodai jaya chhe.gamyu.

  2. સમણાંના તુટવામાં એવું લાગે કે જાણે હાથમાંથી છૂટાં પડ્યાં આંગળા…
    આપણો સંબંધ જાણે…
    બહુજ સરસ શબ્દો…

  3. Fantastic & sensitive too! Something that touches your heart directly.

    Thanks to Tahuko & the one who suggested this site to me.

  4. સુંદર ગીત
    વિવેક કહે છે તેમ
    સ્જિંદગીનો પથ હજી બાકી હતો,
    આપણો સંબંધ ખૂટ્યો, શું કરું?
    કે
    શું નામ આપું આપણા સંબંધને,
    મને ખબર નથી પડતી,
    દિલ કહે છે કે આ ખુબ જ જુનો સંબંધ છે..
    જેમ…
    ચાંદનો ચાંદની જોડે..
    તારલાનો છે આકાશની જોડે..
    સમુદ્રનો છે ઉંડાઇની જોડે..
    ફુલનો છે સુગંધની જોડે..
    સુરજનો છે કિરણોની જોડે..
    તેમ આપણો સંબંધ પણ કુદરતે જ બનાવ્યો છે.

  5. ના છૂટકે લેવાતા શ્વાસોમાં વરસતી સંગાથે જીવ્યાંની ભૂલ
    આપણા જ ક્યારામાં આપણે જ વાવેલું સુગંધ વિનાનું એક ફૂલ.

    અદભૂત રચના..દરેક શબ્દમાંથી પારાવાર પસ્તાવો નીતરે છે..આફરીન…
    ‘મુકેશ’

  6. Its very very goood geet.
    all you know one thing is the situation is very similar which is to going to happen today in my life. So i got this geet as very surprising for me as it got posted on tahuko today only.

  7. આપણા જ ક્યારામાં આપણે જ વાવેલું
    સુગંધ વિનાનું એક ફૂલ……
    અંકિત ત્રિવેદીનું ખૂબ જ સુંદર ગીત !
    I enjoyed by heart.
    એમનું આવું જ એક સુંદર ગીત– ‘મારી હથેળીના દરિયામાં’
    માણવા અહીં ક્લીક કરો
    http://aasvad.wordpress.com/2008/11/12/137/
    આભાર

  8. Very true Ankit…and specially in today’s fast track world, it very well seems “aapana sambandho jane varasya vina na rahya vadala”

  9. સાથે રહ્યાંની વાત ભૂલી જઇને આજ છુટ્ટા પડવાને ઉતાવળાં…
    આપણો સંબંધ જાણે…
    AAj kaal na sambandho…….
    True but bitter fact….Fantastic one, thanks

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *