એક દિ’ મળશો મને ? – મૂકેશ જોશી

સ્વર : નયન પંચોલી
આલ્બમ : સંગત
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી

.

એક દિ’ મળશો મને ? ના, તને હું નહીં મળું,
તે દિવસે ને તે ઘડીથી હું ગઝલ વચ્ચે બળું.

ટોચ ઉપર એટલા માટે જવું છે દોસ્તો,
આભની આંખો ખૂલે ને હું તરત નજરે ચઢું;

સ્મિત, આંખો ને અદા, અંગડાઈ, ખુશ્બુ, કેશ પણ,
એકલો છું તોય જોને કેટલો સામે લડું;

દર વખત મારા શરીરે છેતર્યો છે સ્પર્શમાં,
હર વખત ઈચ્છા રહી જાતી કે હું મનને અડું;

આવતા જન્મે બનું હું મેઘનું ટીપું તો બસ,
એમના ગાલે અડું ને છો પછી નીચે પડું.
– મૂકેશ જોશી

2 replies on “એક દિ’ મળશો મને ? – મૂકેશ જોશી”

  1. આવતા જન્મે બનું હું મેઘનું ટીપું
    તું ચાતક બની તારી પ્યાસ છીપાઉં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *