હે પુનિત પ્રેમ ! – વિનોદ જોશી

સ્વર : શેખર સેન
આલ્બમ : સંગત
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી

.

હે પુનિત પ્રેમ ! પરબ્રહ્મ યોગી રસરાજ !
તવ વિમલ સ્પર્શ થકી મુદિત ચિત્ત મમ આજ …

ધર મુકુલ માલ કર બિંદુ ભાલ
રગ રગ ગુલાલ હે વસંત
ભવરણ અજાણ મહીં કરું પ્રયાણ
લઈ તવ સુચારુ સંગાથ ;
આ સકલ સ્પંદ અવ અધીર અર્ચના કાજ…

અવસર પ્રફુલ્લ પુલકિત નિકુંજ
ઝળહળત પુંજ ચોપાસ,
અવિરત લસંત ભરપૂર વસંત
અંતર રમંત મૃદુ હાસ;

તું અકળ સૂર અવકાશ એ જ તવ સાજ…

– વિનોદ જોશી

3 replies on “હે પુનિત પ્રેમ ! – વિનોદ જોશી”

  1. લખાણમાં “રગ રગ ગુલાલ હે વસંત’ ના બદલે “રગ રગ ગુલાલ હે નાથ” હોવું જોઈએ.

  2. સુંદર રચના . મન ને ભક્તિ ભાવ થી ભીંજવી દે અને ફરી ફરી સાંભળીએ તેવી

  3. પરમ પ્રભુ તરફ ઉત્તમ કૃતિ

    અભિનંદન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *