અધવચ્ચે ઉભેલી સ્ત્રીનું ગીત – ઉદયન ઠક્કર

સ્વરકાર: અમર ભટ્ટ
સ્વર : દીપ્તિ દેસાઈ
આલબમ : શબ્દનો સ્વરાભિષેક

.

મને અધવચ્ચે અધવચ્ચે ઊભેલા રહેવાની ટેવ શી પડી ગઈ છે જાણે.
મારા પૈણાજી કેરી હું સોડમાં સૂતી,ને મુઆ તારા ચ્હેરાને કાં ભાળું?
કશું કાંઠાઓ ભાંગીને આવે છે, હું એને રેતીના ઢૂવાથી ખાળું.
જોકે પૈણાનું સરવરિયું મીઠું, પણ વ્હેવાની ટેવ શી પડી ગઈ છે જાણે:
મને અધવચ્ચે અધવચ્ચે ઊભેલા રહેવાની ટેવ શી પડી ગઈ છે જાણે.
હું તો આ રે આંગણનું સાવ પાળેલું પંખી,ને પૈણાનાં દાણ ચણું, મીઠાં,
ને બોલ પાછલે પરભાતે મેં ટહૌકાઓ રીતસર હારબંધ ઊડતા દીઠા!
કેમ પાંખ્યું ફફડે છે ? મેં તો માન્યું કે સ્હેવાની ટેવ શી પડી ગઈ છે જાણે
મને અધવચ્ચે અધવચ્ચે ઊભેલા રહેવાની ટેવ શી પડી ગઈ છે જાણે…
મને અધવચ્ચે અધવચ્ચે
– ઉદયન ઠક્કર

2 replies on “અધવચ્ચે ઉભેલી સ્ત્રીનું ગીત – ઉદયન ઠક્કર”

  1. પોતાના પતિ ની પાસે હોવા છતાંયે, નાયિકા કોને યાદ કરી રહી છે?
    કવિતા બરાબર સમજાણી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *