સ્વરાંકન : અમર ભટ્ટ
સ્વર : ઓસમાન મીર
આલબમ : શબ્દનો સ્વરાભિષેક 3
.
હશે કારણ કોઈ બીજું કે હું લથડી ગયો હોઈશ,
હકીકતમાં તો હું પીતો નથી પણ પી ગયો હોઈશ.
નહીંતર હાથમાંથી જાય છટકી શી મજાલ એની?
હું સપનું જોઈને પાછો જરૂર ઊંઘી ગયો હોઈશ.
જગતના તત્વજ્ઞાનીઓમાં મારું નામ બોલાશે,
સરળ વાતો હું જયારે ચૂંથતાં શીખીગયો હોઈશ.
પડે છે ઠોકરો પર ઠોકરો તો એમ લાગે છે,
મુકદ્દરને ગગન ઉપર જરૂર ભૂલી ગયો હોઈશ.
દુઆ ના કામ આવી એ ઉપરથી એમ લાગે છે,
ઇબાદતની જ હાલતમાં ‘ જલન ’ ભટકી ગયો હોઈશ.
– જલન માતરી
શું કારણ હોઈ શકે ? જલન માતરી સાહેબ ….
કવિ ની કલ્પનો માટે કહ્યું છેકે જ્યાં ન પહોંચે
રવિ ત્યાં પહોંચે કવિ પણ ખરેખર એમને ગઝલ ને સુંદર શબ્દો
માં સજાવી છે તમે જ્યાં પણ હોવ તમને સલામ
કે બી સોપારીવાલા અમદાવાદ
PLEASANT,SO BEAUTIFUL COMPOSITION,MUSICAL VOICE OF OSMANJI.BUT WHO IS THE COMPOSER.?PLEASE MENTION