ઈશારા કોઈ ક્યાં સમજી શક્યું સંતો-ફકીરોના – જાતુષ જોશી

સ્વર : ઓસમાન મીર
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી
આલબમ : સંગત

.

ઈશારા કોઈ ક્યાં સમજી શક્યું સંતો-ફકીરોના ?
અહીંનાં અહીંના માણસો તો માણસો કેવળ લકીરોનાં.

ઉપરવાળો ઘણું દે ને ઘણું યે છીનવી લે પણ,
હૃદય સાવ જ અનોખાં હોય છે ફક્કડ અમીરોનાં;

પ્રવાસો લાખચોરાસી થયા પણ કોઈ ના સમજ્યું,
બધા ગુણધર્મ એના એ જ છે સઘળા શરીરોના;

કદી કોઈક જાગી જાય છે એ વાત જુદી છે,
અહીં ટોળાં કદી ના હોય નાનકના-કબીરોના;

ભલે ને, ચાલ નોખી એમની સ્હેજે ય ના લાગે,
પરંતુ, આભમાં પગલાં પડે દરવેશ-પીરોનાં.

– જાતુષ જોશી

5 replies on “ઈશારા કોઈ ક્યાં સમજી શક્યું સંતો-ફકીરોના – જાતુષ જોશી”

  1. વાહહ..!!
    બઢિયા ગઝલ..
    બઢિયા સ્વર અને પ્રસ્તુતિ.. સરસ સ્વરાંકન
    અભિનંદન

  2. શબ્દ,સ્વર અને સંગીતની આ સંગત ડોલાવી દે એવી રમણીય.

  3. સરસ રચના, બંદિશ , ગાયકી અને હાર્મોનિયમ વાદન.
    આલબમ નું પ્રાપ્તિસ્થાન જણાવવા વિનંતી.

  4. “કદી કોઈક જાગી જાય છે એ વાત જુદી છે,
    અહીં ટોળાં કદી ના હોય નાનકના-કબીરોના;”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *