અહીં ત્યાં ને બધે હું છું – મનોજ ખંડેરિયા

નરસિંહ મહેતાની સુંદર રચનાથી તો બધા પરિચિત જ છીએ…
નિરખને ગગનમાં કોણ ઘુમી રહ્યો
તે જ હું, તે જ હું, શબ્દ બોલે
શ્યામના ચરણમાં ઇચ્છું છું મરણ રે
અહીયાં કોઇ નથી કૃષ્ણ તોલે…..
મનોજ ખંડેરિયા કંઈક અલગ રીતે કહેવા માંગે છે…સમજવા જેવું ખરું….

નિરખને તું ગગનમાં તો અહીં ત્યાં ને બધે હું છું;
મને ધારી લે મનમાં તો અહીં ત્યાં ને બધે હું છું.

મને ચશ્માની માફક પ્હેરવાનું છોડી દો મિત્રો;
મને આંજો નયનમાં તો અહીં ત્યાં ને બધે હું છું.

મને મળવામાં તારી જાત નડતી આડી પથ્થર જેમ;
પીગળશે તું પવનમાં તો અહીં ત્યાં ને બધે હું છું.

અષાઢી સાંજના વરસાદનો છાંટો ઝીલ્યો ત્યારે-
મને લાગ્યું જીવનમાં તો અહીં ત્યાં ને બધે હું છું.

તને કોણે કહ્યું કે હું સરળતાથી નથી મળતો?
પ્રવેશી જો કવનમાં તો અહીં ત્યાં ને બધે હું છું.

-મનોજ ખંડેરિયા

2 replies on “અહીં ત્યાં ને બધે હું છું – મનોજ ખંડેરિયા”

  1. વધુ સરળ શબ્દો માં ભક્ત રાજ નરસિંહ મહેતાની વાત સમજાવી.
    સરસ અને સુંદર રચના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *