ધ્રુવ ગીત ચેનલ ઉપર નવું ગીત માણો!
સ્વર : બ્રિયા ભટ્ટ,ઈરમ શેખ,ક્રિશા પટેલ,વૈદેહી પટેલ,યશ્વી ઠક્કર,યુગ મેકવાન
સંગીત : દેવાનંદ ચાવડા
સ્વરાંકન : કચ્છનો લોકઢાળ
.
રે હંસા શબદ પિયાલા ભરીને પી વળ્યાં જી
એને કેવાં કીરતન કેવાં નામ રે
હંસા એવાં રે જડે તે જણને રોકવા જી
હંસા શબદ તમુંને નભમાં લઈ વળે જી
રહેશે પ્રથમી પટે પરછાઈ રે
હંસા છાયાને જીવ્યાં તે અજરા હુઈ ગયાં જી
હંસા છાયા તો જીવે છે એનાં તેજમાં જી
એમાં કોઈ દીન પડે નહીં ઝાંખ રે
હંસા નથી એ સૂરજ ના તો ચાંદની જી
રે હંસા અખશર ઉકેલો થારા નામરા જી
જેને ઉકલ્યા પોતાના નિવાસ રે
એ તો ક્યાંયે ના જવાના પાછા આવવા જી
-ધ્રુવ ભટ્ટ
સૌજન્ય:નીલા ટેલી ફિલ્મ્સ અને ધ્રુવગીત
આ ગીત વિશે સમજૂતિ મોકલવા વિનંતી
અતિ સુંદર વિચાર.
ધ્રુવ ભટ્ટ ના ગીતો નવોભાવ, નવી રીત, અને ગૂઢ સમજણ લઈને આવે છે .અભિનંદન. શરૂઆત ની જેમ રસદર્શન પણ સાથે કરવો તો ગીત સાથેનું સંધાણ વધુ રસમય બની રહે. –
Beautiful and melodious!