હરિ તને – ધ્રુવ ભટ્ટ

ધ્રુવ ગીત ચેનલ ઉપર નવું ગીત માણો!

સ્વર ,સ્વરાંકન : જયંતિ રવિ

.

સ્વર : રાસબિહારી દેસાઇ

.

હરિ તને શું સ્મરીયે આપણ જળમાં જળ સમ રહીયે
વણ બોલે વણ સાંભળીયે પણ મબલખ વાતો કરીયે
હરિ તને શું સ્મરીયે …

કોને કોના દર્શન કરવા કોનું ધરવું ધ્યાન
ચાલને એવું રહીયે જેવું લીલાશ સાથે પાન
હું પાણી, તું દરીયો એમાં શું બુડીયે શું તરીયે!
હરિ તને શું સ્મરીયે …

પાંખોને પીંછાથી ગણવી કેમ કરીને જુદી
હું થી તું અળગો છે એવી વાત ક્યહીંથી સુઝી
કોને જોડું હાથ, ચરણમાં કોના જઈને પડીયે!
હરિ તને શું સ્મરીયે

– ધ્રુવ ભટ્ટ

સૌજન્ય:નીલા ટેલી ફિલ્મ્સ અને ધ્રુવગીત

2 replies on “હરિ તને – ધ્રુવ ભટ્ટ”

  1. વાહ વાહ !!
    અદ્ભુત રચના. ભગવાન સાથે એકાકાર થઈ જાઓ અને ‘ હું ‘ નો ક્ષય થઈ સર્વ વ્યાપી બનવું તેજ ભકિત.

  2. Madam has handled COVID 19 in Gujarat government till recently and it is nice to note that she is a singer and composer too. Instead of limiting oneself the person who explore the world outside preconceived boundaries, would get reward from oneself.

    My friend told me that today is Vishwa gurjari or Gujarati language day. August 24

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *