જાગ્યા મારાં સપનાં – ધ્રુવ ભટ્ટ

ધ્રુવ ગીત ચેનલ ઉપર નવું ગીત માણો!

સ્વર : શ્યામલ ભટ્ટ

.

જાગ્યા મારાં સપનાં વીણપાર
સંતો ભાઈ જાગ્યા મારાં સપના વીણપાર
સપને સાંઠીકા મેં તો ભાળીયાં હો જી

લઇ અમે ઉડિયા અંકાશ
સંતો રે સાધો લઇ અમે ઉડિયા અંકાશ
વિના કોઈ આધારે દળમાં વાવીયા હો જી

વાવ્યાં એવા કોડ્યાં અપરંપાર
સંતો ભાઈ વાવ્યાં એવા કોડ્યાં અપરંપાર
નભને ખાલીપે ઝૂલ્યાં ઝાડવાં હોજી

ઝૂલેને બોલાવે આવો આમ
સંતો ભાઈ ઝાડવાં બોલે કે આવો આમ
આવો ને લઇ જાજો મારાં છાંયડા હો જી

એવાં છાંયે પોઢાડી લઇ જાત
સંતો ભાઈ એવા છાંયે પોઢાડી લઇ જાત
સપને ઊંઘ્યાં ને સપને જાગીયા હો જી

-ધ્રુવ ભટ્ટ

સૌજન્ય:નીલા ટેલી ફિલ્મ્સ અને ધ્રુવગીત

2 replies on “જાગ્યા મારાં સપનાં – ધ્રુવ ભટ્ટ”

    • ભજન પરંપરાઓ સજીવ કરતું આત્માવિષ્કાર ગીત

Leave a Reply to હરીશ દાસાણી. Cancel reply

Your email address will not be published. Required fields are marked *