આ તે માણસ છે કે સપનું – નંદિતા ઠાકોર

ટહુકોના સ્વર અક્ષર કાર્યક્રમમાં નંદિતાબેનએ ખુબ સુંદર એમની રચનાનું પઠન કર્યું.
પ્રોગ્રામને માણવા માટે:લિંક

પઠન: નંદિતા ઠાકોર

.

વાત વાતમાં તૂટે આ તે માણસ છે કે સપનું?
આંખ ખુલે ને ફૂટે આ તે માણસ છે કે સપનું ?

અંધારામાં જીવે મબલક,અજવાળામાં જંપે,
પળ પરપોટે ફૂટે આ તે માણસ છે કે સપનું ?

અંદર અંદર લાગણીઓ ને ઈચ્છાઓને મારે,
પછી સ્મરણને ઘૂંટે આ તે માણસ છે કે સપનું ?

બંધ આંખથી સપનાઓને સૌની સાથે વહેંચે,
ને ખુલ્લી આંખે લૂંટે આ તે માણસ છે કે સપનું ?

સાવ અરીસા જેવું આ તો સામે હો તે ભાળે
પૂંઠ ફરે જગ છૂટે આ તે માણસ છે કે સપનું ?
– નંદિતા ઠાકોર

2 replies on “આ તે માણસ છે કે સપનું – નંદિતા ઠાકોર”

  1. “અંદર અંદર લાગણીઓ ને ઈચ્છાઓને મારે,
    પછી સ્મરણને ઘૂંટે આ તે માણસ છે કે સપનું ?”
    વાહ, નંદિતાબેન! શું સચોટ આલેખ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *