સંગીત કેરી સરગમ – માયા દિપક

આખો સાગર નાનો લાગે જયારે ‘મ’ ને કાનો લાગે!
માં 🙂
આ એક જ શબ્દમાં આખું વિશ્વ્ સમાઈ જાય ,એવી જ કૈક લાગણી સાથે આ ગીત લખાયું હશે.ચાલો સાંભળીએ

.

સંગીત કેરી સરગમનો જેમ પહેલો સ્વર છે સા,
જીવન કેરી સરગમ કેરો સાચો સ્વર છે માઁ,
કહેનારાં નું કહેવું સાચું, માઁ તે કેવળ માઁ,
બીજા સઘળા સંબંધો છે વનવગડાના વાં.

ભર્યો ભર્યો પણ સુનો લાગે માઁ વિના સંસાર,
વર્ણવતા શબ્દો પણ થાક મહિમા અપરંપાર,
જોડ મળે નહિ જેની જગમાં એવું રૂપ છે આ,
કહેનારાં નું કહેવું સાચું, માઁ તે કેવળ માઁ.

સઘળાં તાપ શમે જ્યાં એ છે માઁનો મીઠો ખોડો,
અમૃત ઝરતી આંખ છે માઁની સુખની છાલક છોડો,
એવી માઁને કદી ન કરજો કડવા વેણનો ઘાં,
કહેનારાં નું કહેવું સાચું, માઁ તે કેવળ માઁ.

જીવનવનના વિપરીત વાયુ અડગ થઈને સહેતી,
કમળપત્ર શી કોમળ માતા,વગ્ર સમી થઇ રહેતી,
પરમેશ્વર ના પહોંચે સઘળે એથી જન્મી માં,
કહેનારાં નું કહેવું સાચું, માઁ તે કેવળ માઁ.

અણદીઠેલાં જગમાં શિશુને માઁનો છે વિશ્વાશ,
બાળક માટે જીવતી મરતી બાળક માંનો શ્વાશ,
બધું ભૂલો પણ કદી ન ભૂલશો,માં તે કેવળ માં,
કહેનારાં નું કહેવું સાચું, માઁ તે કેવળ માઁ.
– માયા દિપક

5 replies on “સંગીત કેરી સરગમ – માયા દિપક”

  1. Mother’s love so beautifully portrayed in words and sung in mesmerizing voice! Heartiest congratulations!

    Congratulations and thanks to TAHUKO for sharing this gem!

  2. ખુબજ સરસ અને સહજ શબ્દોની ગુંથણી
    માતાની વાત્સલ્ય-લાગણી સભરની દર્ષિણી
    અભિનંદન ને પાત્ર ‘ટહૂકો’ અને માયા દિપક.
    જયશ્રી કૃષ્ણ

  3. ખુબજ સરસ અને સહજ શબ્દોની ગુંથણી
    માતાની વાત્સલ્ય-લાગણી સભરની દર્ષિણી
    અભિનંદન ને પાત્ર ‘ટહૂકો’ અને મારા દિપક.
    જયશ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *