કાળચક્રનો નિયમ – જયશ્રી મર્ચન્ટ

ગ્રીષ્મ, શરદ અને હેમંતમાં
લાંબા-ટૂંકા થતાં આ દિવસો..

સતત બદલાતી ઋતુઓની છડી પોકારતા,
કાળચક્રની ધરી પર સતત ફર્યા કરે છે,
થાક્યા વિના

તારા ગયા પછી સ્થગિત થયેલી મારી રાતો
ને મારા દિવસો પણ
ઋતુઓના આ નિયમને
ક્યારેય અનુસરશે ?
-જયશ્રી મર્ચન્ટ

2 replies on “કાળચક્રનો નિયમ – જયશ્રી મર્ચન્ટ”

  1. વિવેકભાઇએ સર્ગેઈની આ અદ્ભૂત કવિતાનો જે અનુવાદ અને આસ્વાદ કરાવ્યો તે પણ ખરેખર અદ્ભૂત જ . આભાર. મજા પડી ગઈ. કવિતા હો તો આવી જે જિંદગીને માણતા શિખવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *