તું ફક્ત ના હાર જો કે જીત જો
યુદ્ધ કરવાનીયે એની રીત જો
દુશ્મનો હથિયાર હેઠાં ફેંકશે
મ્યાનમાંથી કાઢશે તું સ્મિત જો
હું ગઝલના ગામમાં રહેવા ગયો
યાદ આવ્યું તોય પાછું ગીત જો
ભાગ અંદર આ પ્રસિદ્ધિની ક્ષણે
કોક બાંધે છે અહમની ભીંત જો
કામ સહુ પૂરાં કરીને નીકળ્યા
યાદ આવ્યું રહી ગઈ લ્યાપ્રીત જો
– મુકેશ જોષી
Very good. Thanks.
જયશ્રીબેન,
જયશ્રી કૃષ્ણ,
ટહૂકો.કોમ ના માધ્યમથી ગુજરાતી સાહિત્ય અને ગુજરાતીઓની સંગીત તેમજ અન્ય નામી-અનામી કસબીઓના બહુમુલ્ય વિચારવારસા નો પરિચય થયો, આપનો ખુબ જતન કરી ને રાખેલ મુલ્યવાન ગુજરાતી જણસોનો સંગ્રહ આપવા બદલ હ્રદય પૂર્વક આભાર,
જગદીશ જોષી.
કાંદિવલી,
મુંબઈ.
મો.09821034489.
આભાર. તમારો આ પ્રેમ અને આશીર્વાદથી અમે આ કરી શકીએ છીએ. ખુબ આનંદ થાય જયારે તમે આમ લખો 🙂