અંતરની વીણા ના તારો તુંહી – રમેશ પટેલ ‘પ્રેમોર્મિ’

નૂપુર મોદીના ખુબ આભારી છીએ જેમણે શ્રી જયદેવભાઈ ભોજકના સ્વરાંકિત રચનાઓ જેને ભોજક કલ્ચરલ ગ્રુપ,વડોદરા દ્વારા સ્વર આપવામાં આવ્યો છે એ બધા ગીતો મને મોકલી આપ્યાં.હજુ ઘણાંય ગીતો એમણે મોકલી આપ્યાં છે જે એક પછી એક અહીં મુકીશુ.શ્રી જયદેવભાઇ ભોજક પણ નૂપુર મોદીના સંગીત ગુરુ છે .ગીતના સંગીતકાર શ્રી જયદેવ ભોજકના ભાઈ ડો. પ્રભાતદેવ ભોજક છે.ભોજક કલ્ચરલ ગ્રુપ,વડોદરાની તસ્વીર

સ્વરાંકન : શ્રી જયદેવ ભોજક
સંગીતકાર : ડો. પ્રભાતદેવ ભોજક
સ્વર : ભોજક કલ્ચરલ ગ્રુપ,વડોદરા

.

અંતરની વિણાના તારો તુંહી… તુંહી… ગાય,
એક વગાડું તોયે જાણે શત શત વાગી જાય.

આરોહે અવરોહે એ તો એક વિલંબીત ગાય,
તુંહી તુંહી નાદ જગાવી, દશ દિશ ગુંજી જાય.

આ હદયમાં નાદબ્રહ્મની સરગમ એક સુણાય,
તાલ તાલમાં તુંહી તુંહી સોહમ ગુંજી જાય.

મનના તારે તાર મળે ને,તું હી તું હી ગાય,
હદયની ઉર્મિનો સાગર એની સંગે ગાય.

તાર તારમાં તું હી બજતાં મનડું ડોલી જાય,
રોમ રોમમાં દિવા પ્રગટે, રોમમાં જ્યોસ્તીત થાય.

– રમેશ પટેલ ‘પ્રેમોર્મિ’

5 replies on “અંતરની વીણા ના તારો તુંહી – રમેશ પટેલ ‘પ્રેમોર્મિ’”

  1. Thank you Nupurben, Prabhatdevbhai, and Bhojak cultural group for such a beautiful rendition of Pujya Jaydevbhai’s composition.

  2. ગુજરાત ના ખૂબ જ જાણીતા અને સુગમ સંગીતના ભીષ્મ પિતામહ તરીકે ઓળખાતા એવા આદરણીય ગુરુજી શ્રી જયદેવભાઈ ભોજકના ગીતો tahuko. com પર મુકાતાં અમે સૌ વિદ્યાર્થીઓ આનંદ અને ગૌરવ ની લાગણી અનુભવીએ છીએ…ખૂબ ખૂબ આભાર. Tahuko.com.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *