સૌને દિવાળીની શુભેચ્છાઓ
આ દિવાળીના પર્વે ચાલો દીવો પ્રગટાવીએ અને આ સુંદર પ્રાર્થના સાંભળીએ.
સ્વર અને સંગીત:સચિન લીમયે
સ્વરકાર : ભાઈલાલ શાહ
.
દીવો રે પ્રગટાવો નાથ, કેડીને અજવાળો,
દીવો રે પ્રગટાવો !
ઘોર રે અંધારું ભર્યું ઘટ ઘટમાં મારે,
નજરું માંડું તો સુઝે પથ ના રે પગથારે;
એક તો પગલીનો પંથ કોઈ તો બતાવો નાથ !
કેડીને અજવાળો !
દીવો રે પ્રગટાવો !
સૂનું સૂનું કોડિયું ને સૂની આજ એની વાટ,
પ્રગટાવો જ્યોતિ એની સુની આજ મારી વાટ !
ચેતનની ચિનગારી આજ ઘડી તો જલાવો નાથ !
કેડીને અજવાળો !
દીવો રે પ્રગટાવો !
-રવીન્દ્ર ઠાકોર
Very sweet ‘shubh’ creation and extremely well sung.Thanks.
ખૂબ સુંદર રચના
Composition of this song is by Shri Bhailalbhai Shah and not by Sachin Limaye…..
this is for your information
Malove Divatia
શ્રી રવીન્દ્ર ઠાકોરની સુંદર રચનાનું ભાઈ શ્રી સચિન લીમયે સરસ સ્વરબંઘન કર્યું છે. વાટથી વાટ ઉજ્વળ કરવાની પ્રાર્થન મનમોહક છે. આ સાથે Narshinhrao Divetiya લીખીત કાવ્યની યાદ આવે છે.
Premal jyoti taaro daakhavi
Muj jeevan panth ujaal.