એક ટીપું આંસુનું – જયશ્રી મર્ચન્ટ

આંખથી અનાયાસે
ખરી પડેલાં આંસુને
ચાંચમાં ઝીલવા,
કોઈક ચાતક
ક્યાંક તો વાટ જોતું હશે,
બસ, એ એક ભ્રમમાં
હું તો વરસાવતી રહી,
આંસુનો વરસાદ સતત…

પણ ત્યારે ચાતક ક્યાંય ન હતું
હવે ચાતક
મારા આંગણામાંના
ઝાડની ડાળ પર બેઠું છે
પણ, મારી આંખે
નથી તો શ્રાવણ
કે નથી ભાદરવો
છે કેવળ સૂનકાર…
-જયશ્રી મર્ચન્ટ

3 replies on “એક ટીપું આંસુનું – જયશ્રી મર્ચન્ટ”

  1. સંવેદનશીલતાનો અલભ્ય ટહુકો. વાહ જયશ્રીબેન. અતિ સુંદર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *