સ્વરકાર :પિયુષ દવે,ભાર્ગવ ચાંગેલા
સ્વર:પિયુષ દવે
.
વાયરાની ડેલીએ બેસીને રોજ કહાન,વાટ્યુ ને ભીંજવી છે આંખ્યથી..
નજર્યુંના પંખીઓ ઉડી ઉડી ને કહાન.મથુરાના મારગે જાતા,
છાના નિશ્વાસોને છાતીમાં પુરીને શમણાઓ રોજ નંદવાતા,
મનના વૃંદાવનને સળગાવી રાત ભર. દાઝયા કર્યું છે અમે આગથી…વાટ્યુ ને…
જમનાના નીર મારી પાંપણથી ચાલ્યાને,શૂળો થૈ ભોંકાણી રાત,
છાતીમાં ડૂમો ગોવર્ધન થૈ બેઠો ને, પારકી થઈ ગઈ છે જાત,
પવનના ઝોંકામાં વાંસળીના સૂર હવે,વાગ્યા કરે છે તમ યાદથી…વાટ્યુને…
ગાયોના બાળ હવે નાચતા નથી કે નથી ગોરજ ની સંધ્યા થાતી,
રાવ લઇ ગોપીઓ એ જાતી નથી કે નથી જશોદાજી મીઠું ખીજાતી,
ગોરસ ની મટકી રહે છે અકબંધ મારી, મારગ નથી બંધ તવ વાદથી….વાટ્યુ ને…
વાયરાની ડેલીએ બેસીને રોજ કહાન,વાટ્યુ ને ભીંજવી છે આંખ્યથી…વાટ્યુને…
-રસિક દવે ‘બેહદ’
મારા પપ્પા એ લખેલ કવિતા,ગઝલ ને કમ્પોઝ કરાવી ને મેં આખો આલ્બમ બનાવડાવીઓ અને એનું ટાઇટલ સોન્ગ ટહુકો.કોમ માં આવે એ મારા માટે ખરેખર હરખ ની વાત છે. આપ સૌ જે લોકો એ કોમેન્ટ કરી આભાર આપ બધા નો…
ટોટલ ૮ સોન્ગ્સ છે હું પ્રયત્ન કરીશ કે બધા સોન્ગ્સ ટહુકો.કોમ માં અપલોડ કરાવી શકું…
આભાર…
Waah..wahh..waah..
સૂર, શબ્દ અને સ્વજનો સુભગ સમન્વય.
ખૂબ ખૂબ સરસ.
સરસ ગાયકી, શબ્દો પણ એટલા જ મધુર……કવિશ્રીને અભિનદન…..સંગીત કર્ણપ્રિય…….
સ્વરકાર બેલડીને અભિનદન…….
Very lyrical and very good words. Above all very new way of tunning of words i.e style if singing.
ખુબજ સરસ