કોણ વરસાદનું કદ જુએ છે? – રમેશ પારેખ

સ્વર : ઓસમાન મીર
આલબમ : સંગત

.

કોણ વરસાદનું કદ જુએ છે? કોણ છાંટાના નિરખે ઠઠારા?
કોણ જુએ છે રેલાની દાનત? કોણ જાણે છે ઝીણા મૂંઝારા?

આ તે ચોમાસું છે કે જુલમ છે? અમને વાગે છે ઘોંઘાટ વસમો,
પડતો વરસાદ દાંડીની પેઠે, થઈ જતા સર્વ માણસ નગારાં!

એક વરસાદના અર્થ થાતાં છાપરે છાપરે સાવ નોખા,
ક્યાંક કહેવાય એને અડપલાં , ક્યાંક કહેવાય એને તિખારા.

હોત એવી ખબર કે છે આ તો માત્ર છાંટા, નથી કોઈ નાણું,
તો તો વરસાદથી આવી રીતે વ્યર્થ ભરીએ શું કરવા પટારા?

આવે છાંટા બુકાનીઓ બાંધી, આવે વાછટ તલવાર લઈને,
છે કયો દલ્લો મારી કને કે ધાડ પાડ્યા કરે છે લૂંટારા?

મારી રોકડ મૂડીમાં તો કેવળ એક ‘ર’ છે, ને ‘મે’ છે, ને ‘શ’ છે,
બાકી વરસાદના નામે લખીએ આમ હૂંડી, ને કરીએ ગુજારા
– રમેશ પારેખ

9 replies on “કોણ વરસાદનું કદ જુએ છે? – રમેશ પારેખ”

  1. ઠઠારાથી શરૂ કરીને છેક મૂંઝારા, નગારા, પટારા, લૂંટારા અને ગુજારા સુધી કવિ લઇ ગયા!…બહુ જ સરસ ગીત. વારંવાર સાંભળવાનું મન થાય એવું મઝાનું ગીત.

  2. ઔતિફુલ પોએમ સિન્ગ વિથ રૅવેન મોરે બેઔતિફુલ વોે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *