જિન્દગી પસંદ મને જિન્દગી પસંદ !
મોતની મજાક ભરી
મોજના મિજાજ ધરી
ખુશખુશાલ ખેલતી જવાંદિલી પસંદ !
નૌબનૌ સુગંધ મહીં
જાય જે અબંધ વહી
તાજગી ભરેલ એ તવંગરી પસંદ !
જિન્દગી પસંદ મને જિન્દગી પસંદ.
સલામ હો હિસાબને
કલમ અને કિતાબને
જમા-ઉધારને જલાવતી મજલ પસંદ !
જિન્દગી પસંદ મને જિન્દગી પસંદ.
ગુલબહારી મહેક સમી
એ હયાતી એક ગમી
ફોરમે રમી રહી ફનાગીરી પસંદ !
જિન્દગી પસંદ મને જિન્દગી પસંદ.
મોતની મજાક સમી
જિન્દગી પસંદ !
– મકરંદ દવે
જિંદગી જિંદગી…
હમારે ગર મે ભી આના જિંદગી…
હમ ભી રોજ કરતે હૈ સર..
વહી બંદગી..! Narendrasoni