રવીન્દ્ર સંગીતએ બંગાળી સંગીત નો ભાગ છે અને એનો એક ફાંટો બાઉલ પરંપરા. એ પરંપરામાં ગુજરાતી ગીત મળે તો? મજા જ આવે!
ધ્રુવ ભટ્ટના ગીતો યુ-ટ્યુબ પર નીલા ટેલીફિલ્મ દ્વારા ‘ધ્રુવગીત’ નામની ચેનલ પર ઉપલબ્ધ છે. દર સોમવારે એક નવું ગીત અપલોડ થાય.
આ ગીત સાંભળજો મજા આવશે. ક્યાંક પહોંચી ગયા જેવું લાગશે.
લય : બંગાળના બાઉલ ગીતો
સંગીત: કે.સુમંત ,શ્યામલ ભટ્ટ
સ્વર: મેઘા ભટ્ટ ,શ્યામલ ભટ્ટ
.
કદી તું ઘર તજી ને રે
વગડે લીલા ઘાસમાં ઉગ્યા ફૂલ ઉડેલી ધૂળમાં તારી જાત ને ખો ને રે …
સુખ મોટું કે નામ નથી કાંઈ રે ,
બાગ બગીચા ગામ નથી કાંઈ રે ,
આવ અહીં તું ઊગવું અને તડકા છાયા રમવા સિવાય કામ નથી કાંઈ ;
અમે છૈ એમ તું હોને રે…
કેટલા સૂરજ કેટલા ચાંદા,
ગણવા તારે કેટલા દહાડા,
સાંપડ્યો સમય પગથી માથાબોળ જીવી લે, ગણવા જા માં ટેકરા ખાડા રે ;
જાગ્યો તો એમ તું સોને રે..
-ધ્રુવ ભટ્ટ
I love it & fill happy
આજે સ્વર સાથે સાંભળી ખૂબ ગમ્યું.
Very sweet song!
ધ્રુવ ભટ્ટનું એક ગીત “ચાલ સખી પાંદડીમા……” પ્રથમ ક્ષેમુ દિવેટીઆના “સંગીત સુધા” કેસેટ આલ્બમમાં અમર ભટ્ટનું ગાયેલું સાંભળ્યુ માણ્યું
હતું .
પછી થોડાંક છુટક ગીતો સાંભળ્યા -માણ્યા.
ત્યાર બાદ તેમના ગીતોનો સંગ્રહ “ગાય તેનાં ગીત” આવ્યો.
હવે અનોખી અને સુંદર રીતે સ્વરબધ્ધ થયેલાં અને ગવાયેલાં “ધ્રુવ ગીતો”
આવ્યાં છે તે ખરેખર માણવા જેવા છે.
ગુજરાતી કાવ્ય સાહિત્ય-સંગીત માં બહુ જ પ્રસંશનીય કામ થયું છે.
અત્રે સંગીત ભવન ટ્રસ્ટ નાં સ્વ.અજીત અને નિરુપમા શેઠની યાદ આવી
જાય.
સહુને ખૂબ ખૂબ અભિનંદન!
દિનેશ
મારી ઓફિસમાં શીરીનબેન છે, એમની દીકરી આયેશા જે માત્ર ત્રણ વર્ષની છે જ્યારે પણ આવે ત્યારે આ ગીત એની પાસે સાંભળવાની બહુ મજા આવે છે. દાદા તો દાદા છે…
Beautiful creation describing Nature and very well, sweetly sung. It is a treat to listen to it. Congrats.
બહુજ સરસ. પ્રકૃતિનો સદા પોકાર્યો કોનું હૈયું હાથ રહે?
ખૂબ સરસ
કુદરત ના ખોળે જ સુખ અને શાંતિ નો અનુભવ
રાયશીભાઈ ગડા મુંબઈ
WOW !
અમે છૈ એમ તું હોને રે… so pregnant with meaning. Superb words and rendering transporting me back on a journey to vast green paddy fields of Bengal dotted with ‘ pukurs ( small water bodies) and villages and the Baul songs reverberating as the train rattles on.
આવ અહીં તું ઊગવું અને તડકા છાયા રમવા સિવાય કામ નથી કાંઈ ;
નિરાકાર , મુક્ત, બંધન મુમુક્ત, જિવન માણી લે >>>>
મુક્તાન્ંદ ….
સુખી જીવનની ચાવી
સરળ ભાષામં જીવનની ફિલ્સૂફી સમજાવી.
સાભાર,
સુરેશ શાહ, સિંગાપોર
Beautiful
Song! Thx
એકલો જાને રે કાવ્યના ઢાળ માં, આવુજ બીજુ કાવ્ય સાંભળવા મળ્યું.
આભાર,
નવીન કાટવાળા