સ્વર: ઐશ્વર્યા મજમુદાર
આલ્બમ: સંગત
સ્વરાંકન: શ્રી હરિશ્ચંદ્ર જોશી
.
મારા રુદિયામાં આવ્યા હરિ
મારી સુરતામાં કૂણીકૂણી પીંછી ફરી
ઘડી હું ફૂંક ને હું જ બંસરી,
ઘડી ડું જ હરિવર નકરી;
મને ખબર્યું ન પડતી ખરી
પળ પળમાં હરિવરની વાંચી,
હું ચબરખી ઉકેલાઉ સાચી;
હરિ સોંસરવી હું સંચરી …
-રમેશ પારેખ
અદભુત
નમસ્તે દિપલબેન.સ્વરકારનું નામ કવિના નામ પછી તરત લખવું જ જોઈએ. સ્વરાંકન એ સર્જકકર્મ છે. આ ગીતનું સ્વરાંકન શ્રી હરિશ્ચંદ્ર જોશીનું છે. સંગત આલ્બમના બધા સ્વરાંકન હરિશ્ચંદ્ર જોશીના છે.શ્રી સુરેશ જોશીએ આ આલ્બમનું સંગીત સંયોજનનું કામ કર્યું છે. મેં આ માહિતીની ભૂલ સંગત આલ્બમની તમે મૂકેલી બીજી રચનામાં જોઈ તેથી ધ્યાન દોરું છું . આ સુધારો કરી લેવા વિનંતી. આનંદ થશે.ગમતાનો ગુલાલ કરો છો એ વાતનો આનંદ.
આ ભૂલ માટે માફી. ધ્યાન દોરવવા બદલ ખુબ ખુબ આભાર. પોસ્ટ સુધારીને મૂકી છે ઃ)
Please continue this combination of poet and singer. They are too heavenly for this world ,full of depression.You too deserve compliments…..nay they are worthy for the intellectual and spirited work done whole heartedly,in an unslfish way for masses who are deprived of this treasure. I say even Layastaro.Keep it up
મારા રૂદિયા માં પણ આવે તો છે પણ બોલતા નથી…!