કટારી કાળજે વાગી -વિનોદ માણેક ‘ચાતક’

સ્વર : ઓસમાન મીર
સ્વરાંકન : ઓસમાન મીર

.

કટારી કાળજે વાગી, તમારી યાદ આવે છે
રહું છું, રાતભર જાગી, તમારી યાદ આવે છે;

દિવસ તસ્વીર જોઉં, રાતભર આવો તમે સપને,
મને લગની જ છે લાગી, તમારી યાદ આવે છે!

ઉઘાડી ચાંચ ને રાખી , પીવા વરસાદ ને ચાતક,
મિટાવો પ્યાસ છે લાગી, તમારી યાદ આવે છે!

વિરહની વાત છે વસમી, મજાર મેળાપની કેવી!
શરમના દ્વાર દો ત્યાગી, તમારી યાદ આવે છે!

શરાબી છે નજર સંગે, ગુલાબી છે અસર અંગે!
જવાની જાય જો ભાગી, તમારી યાદ આવે છે!
-વિનોદ માણેક ‘ચાતક’

11 replies on “કટારી કાળજે વાગી -વિનોદ માણેક ‘ચાતક’”

  1. એક સામાન્ય કાંકરાની જેમ ખખડતાં શબ્દોને
    સંગીતની યોગ્ય માવજત મળતા,
    ઘુઘરીની જેમ રણઝણી ઊઠે છે!
    તે અહીં તાદૃશ્ય થયું!!

  2. સરસ રચના,સરસ સ્વરાકન, અફ્લાતુન ગાયકી…….
    લેખક અને ગાયકને બનેને અભિનદન….
    આભાર……

  3. તમારી યાદ આવે છે..
    સુંદર લયબદ્ધ ગઝલ ગીત… અભિનંદન..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *