સ્વર : ગાર્ગી વોરા
સ્વરાંકન : આલાપ દેસાઈ
આલબમ : સૂરવર્ષા
.
ઘેઘૂર થઈ ગયો છે વર્ષાનો શામિયાણો
આકાશ ને ધરા છે મલ્હારનો ઘરાણો
ગુજરીમાં જઈને પુસ્તક જૂનું ખરીદ્યું કિંતુ
ઉથલાવતા મળ્યો એક કાગળ બહુ પુરાણો
બુદ્ધિને લાગણીઓ જકડાયેલો ઝૂરાપો
માણસ ઊપર પડે છે, ચોમેરથી દબાણો
ડૂબી જશે કે તરશે આ કાળના પ્રવાહે
મેં લોહીથી કર્યા છે મારા બધાં લખાણો
-ભગવતીકુમાર શર્મા
વાહ્!
જય્શ્રેી આભર!
Khub sunder
It is “Malhar nu Gharanu” Not “Malhar no Gharabo”. And it is “Kaal na Pravahe” NOT “Prahare “. That’s what the singer has sung. Your lyrics say different.
ધ્યાન દોરવા બદલ ખુબ આભાર.
ગેગુર થઇ ગયો છે
વરસો નો શામિયનો
ને એમાં પાછો કોરોના આવીને ભારાનો
ઉત્તમ સ્વરાંકન અને એથી પણ ઉત્તમ ગાયિકા નો સ્વર ને સૌથી ઉત્તમ તો છે ભગવતીકુમાર ની કલમ……આભાર આ ગીત માટે…
ભલે ને કોરોના છે ભરાનો…
મે આ ગીત થી ભરી દીધો છે..
આ મારો સમિયાનો.
Narendra soni
આકાશ ને ધરા છે મલ્હારનો ઘરાણો –
વાહ વાહ, ખૂબ ઉમદા શબ્દો, ઉમદા સ્વરાંકન અને એટલી જ ઉમદા પ્રસ્તુતિ. આભાર ટહુકો ડોટ કોમ