મને ચઢી ગઇ રોમ રોમ ટાઢ -દાન વાધેલા

સ્વર : હિમાલી વ્યાસ
સ્વરાંકન : આલાપ દેસાઈ
આલબમ : સૂરવર્ષા

.

મને ચઢી ગઇ રોમ રોમ ટાઢ..
ગાજ નહિ,વીજ નહિ..
પુનમ કે બીજ નહિ..
ઓચિંતો ત્રાટક્યો અષાઢ..
મને ચઢી ગઇ..

ઘર માં થી ઉંબરા ની મર્માળી ઠેસ..
છતાં ચાલી હું મીણ જેમ પીગળી..
માજમ ની રાતે આ મન એવું મુંઝાણું..
જાણે કે વીંટળાતી વિજળી..
કોને ખબર છે કે ગામ આખું કોરૂં..
પણ ડુબ્યાં આ મેડી ને માઢ..
ઓચિંતો ત્રાટક્યો અષાઢ..
મને ચઢી ગઇ..

દરિયા ના મોજા તો માપી શકાય..
અરે ફળિયા ની ફાળ કેમ માપવી..
સોળ સોળ ચોમાસા સંઘરેલી છત્રી ને..
શેરી માં કોને જઇ આપવી..
રૂદિયા માં ફુવારા ફુટે છે જાણે કે..
પીલાતો શેરડી નો વાઢ..
ઓચિંતો ત્રાટક્યો અષાઢ..
મને ચઢી ગઇ…
-દાન વાધેલા

5 replies on “મને ચઢી ગઇ રોમ રોમ ટાઢ -દાન વાધેલા”

  1. સોળ સોળ ચોમાસા સંઘરેલી છત્રી ને..
    શેરી માં કોને જઇ આપવી..
    ખૂબ સુંદર રચના

  2. ખુબ સરસ રચના. એકદમ સુંદર શબ્દો, આગવું સ્વરાંકન. જય હો. મઝા પડી.

  3. ટાઢ અને મીણ ની જેમ પીગળવું, બન્ને, અને પ્રેમ વિરહનાં તાપમાં શક્ય છે?!!

  4. સવાર હોય કે પછી સાંજ…
    જીવન ની મઝા આવે છે અને…
    એ ગાતું ઝરણું રહે… એમાંજ..
    નરેન્દ્ર સોની

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *