એકલ દોકલ આવન જાવન -વિહાર મજમુદાર

સ્વર : ગાર્ગી વોરા
સંગીત : અમિત ઠક્કર
રચના : વિહાર મજમુદાર

.

એકલ દોકલ આવન જાવન, ઝરમર વરસે સાવન
ઉપવન ન્હાતું, ઝરણું ગાતું, તોય કોરું આ મન

પાંપણને નેવેથી ટપકે સ્મરણો કેવા કેવા ,
ઉજાગરા સૌ ટોળે મળીયા, વિરહ હજુ શું સહેવા
મુરઝાઈ ઈચ્છાની વચ્ચે, ઝૂરતી આ ઉર માલણ

ગગન ઝરૂખે, ઘન ગાજે આ કાજળ શા અંધારે,
મધુમાલતી મહેકી રહી પણ, તમે આવશો ક્યારે ?
ભણકારા, ભણકારા નું બસ ,આ તે કેવું ભારણ
-વિહાર મજમુદાર

5 replies on “એકલ દોકલ આવન જાવન -વિહાર મજમુદાર”

  1. આ તે કેવી વ્યથા – ઉપવન ન્હાતું, ઝરણું ગાતું, તોય કોરું આ મન
    શબ્દો પણ ક્યાથી મળે, મનની વાત કરવા ….
    પાંપણને નેવેથી ટપકે સ્મરણો કેવા કેવા – યાદો તાજી થાય
    તમે આવશો ક્યારે ? તીવ્ર આતુરતાથી રાહ જોવાય છે!

  2. એકલ દોકલ… આવન જાવન…
    પણ… મન તરસે… ઓ સાવન..
    કોરોના ગ્રસ્ત છે… સર્વે નાં મન…
    ઓહ કોરોના…
    કર મુક્ત… અમારું.. આંગન…!
    Narendrasoni

  3. એકલ દોકલ… આવન જાવન…..
    પણ… તરસ લાગે છે કે…
    હંમેશાં રહે સાવન…!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *