કોની વાતે તું ભરમાઈ ?
કોણ કબૂલે એ સચ્ચાઈ ?
હું ઝાકળ છું, તું આંસુ છે,
તારે મારે શી સરસાઈ ?
કોણ છૂટું પડતું કોનાથી,
વાત મને એ ના સમજાઈ.
આ તો તેજ વગર બળવાનું,
એનું નામ જ અખ્ખર ઢાઈ.
જળનાં ટીપાં જેવી યાદો,
વધતાં વધતાં થૈ દરિયાઈ.
હોય ન જ્યારે પણ તું સાથે,
હાથવગી મારે તન્હાઈ.
મારે બદલે યાદ મને તું,
મારે બીજી કઇ અખિલાઈ ?
-રવીન્દ્ર પારેખ
રવિભાઇ,
ખૂબ જ સુંદર કવિત જાણે મુકત્કના આકારમાં પણ લખાણનો અર્થ હ્રદયસોસરવો નિકળે છે.
રમેશ ઓઝા.
અરે વાહ્..ખુબ જ સુદર..
કોઈ સુંદર સ્વર માં (મુશાયરા ટાઈપ) પઠન કરી ને રજુ કરે તો વધૂ મજા આવે…
રવીન્દ્રભાઈ, મજા આવી ગઈ….એનું નામ જ અખ્ખર ઢાઈ.
ખૂબ સુંદર રચના હોય ન જયારે પણ તું સાથે….