મા મને ક્ક્કો શીખવાડ
મારા તો ભાઈબંધ વાંચી બતાવે છે પાનખરે ઉગેલા ઝાડ
મા પેલા ઝાડની ટોચ ઊપર બેઠેલા પંખીને કેમ કરી વાચવુ
પીંછા ને ટહુકા બે હેઠા પડે તો બેમાંથી કોને હુ સાચવુ
મા તુ ટહુકો કરે છે કે લાડ….મા મને ક્ક્કો શીખવાડ
મા પેલા તડકાનો રંગ કેમ પીળો ને છાંયડાનો રંગ કેમ લીલો
ગાંધીજીને કેમ ગોળી મારી ને ઇસુને કેમ જ્ડ્યો ખીલો
મા મારે ફૂલ થવાનુ કે વાડ…મા મને ક્ક્કો શીખવાડ
મા અહી દુનિયાના તીણા સવાલ મને કેટ્લીય વાર જાય વાગી
મા તારા ખોળામાં માથુ મૂકી પછી આપુ જવાબ જાય ભાંગી
મા તારા સ્પર્શે તો ત્રુણ થાય પહાડ… મા મને ક્ક્કો શીખવાડ
સૂરજને ચાંદાને તારા ભરેલા આ આભને કોણ સતત જાળવે
આવડુ મોટુ આકાશ કદી ઇશ્વરને લખતા કે વાંચતા આવડે
મા તુ અમને બંનેને શીખવાડ….મા મને ક્ક્કો શીખવાડ
– મુકેશ જોષી
Very good imagination,comparison and creativity with complete faith in the Mother. Nice to read it.
સુદંર કાવ્ય છે! શરુવાત તો જાણે નામો બાળક માને વિનંતી કરતો હોય એમ લાગે. પણ આ મા તો ંઆ જગદંબા છે. અને આ ક્ક્કો બાવન અક્ષરોથી પર છે. મને પણ આ ક્ક્કો શિખવો છે…
બહુ જ સરસ કાવ્ય છે. આભાર.
અદ્ ભૂત…મજા આવી…વાહ