અમદાવાદઃ ગુજરાતી ભાષાના કવિ, નાટ્યકાર, નવલકથાકાર, વાર્તાકાર, વિવેચક તરીકે યોગદાન આપનાર તથા ‘ઈર્શાદ’ના નામે મશહુર સાહિત્યકાર ચીનુ મોદીનું માંદગી બાદ રવિવારે નિધન થયું છે. બે દિવસ અગાઉ તેમને હ્રદય રોગનો હુમલો આવ્યા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સોમવારે સવારે 7:30થી 8:00 વાગ્યા સુધી તેમના રહેઠાણ જિતેન્દ્ર પાર્ક સોસાયટી, નારાયણનગર રોડ, પાલડી ખાતે અંતિમ દર્શન બાદ તેમના દેહનું એનએચએલ મેડિકલ કોલેજ ખાતે દાન કરવામાં આવશે.
See more at: http://www.meranews.com/news-detail/Gujarati-poet-Chinu-Modi-is-no-more
તું કહે છે કે હવે હું જાઉં છું,
હું કહું છું, દોસ્ત! હું ભૂંસાઉં છું.
તું ખરેખર ખૂબ અઘરો દાખલો,
જેટલી વેળા ગણું, ગુંચાઉં છું.
સ્વચ્છ ચોખ્ખી ભીંત કાળી થાય છે,
એક પડછાયો બની ફેલાઉં છું.
વૃક્ષને વળગી પડેલું પર્ણ છું,
ભોંય પર પટકાઉં ને ઢસડાઉં છું.
કોઈ છે ‘ઇર્શાદ’ કે જેને લીધે,
છૂટવા ઇચ્છું અને બંધાઉં છું.
– ચિનુ મોદી
Noble last donation!
પર્વતને નામે પથ્થર દરિયાને નામે પાણી, ’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.
પ્રનામ્
કોઈ ઇચ્છાનું વળગણ નહો એય ઇચ્છા, હવે એ પણ નથી.
..ચીનુભાઇને ભાવ ભરી શ્રદ્ધાંજલી.