મોરપિચ્છ – જયંત પલાણ

મારી પહેલી તે પ્રીતનો
મ્હોર્યો પારિજાત,
ઝૂકી ઝૂકી ઉરને આંગણ
કરતો સુગંધભરી વાત,
– મારી પહેલી …

ફૂલ ફૂલની ફોરમ લઇને
વહેતા મનના વાયુ,
હૈયાના ધબકારા કહેતા :
‘લોચન કોક લપાયું;’
ચેન નહીં દિવસના, વીતે
વસમી સપને રાત :
– મારી પહેલી …

પ્રાણ તણી વીણાના તારે
ગૂંજે ગીત અજાણ્યાં,
વ્યાકુળ ઉરના મધુર અજંપા
મન ભરીને માણ્યા;
ઊઠી મારા પ્રીત-પટોળે
મોરપિચ્છની ભાત :
– મારી પહેલી …

12 replies on “મોરપિચ્છ – જયંત પલાણ”

  1. અવસાન ઍ કૈ અન્ત નથિ.
    કોઇ રહ્યુ કાયમ તેવો કોઇ સાધુ કે સન્ત નથિ .
    અવસાન ઍ કૈ અન્ત નથિ.

    -કવિ શ્રી. જયંતભાઈ પલાણ.

  2. @ jayshreeji ,

    સ્વાતંત્ર્ય સેનાની સેવા આપનાર અને ગુજરાતી ગીતકાર કવિ શ્રી. જયંતભાઈ પલાણના પ્રકાશિત પુસ્તકો :

    ગુલમહોર

    મોરપીંછ

    કંઠ તમારો મારા ગીત

    જિંદગી ગીત છે

    સાભાર:

    કમલ જયંત પલાણ

  3. @ jayshreeji ,

    Thanks for everything ,
    pl. contact me for more detail for my beloved father કવિ શ્રી. જયંત પલાણ.my mail ad: kamal_palan@yahoo.com.
    Mob:- +91 98242 12428 .

  4. સવાર નિ બન્ધ છે ઘડીયાળ !

    તેથિ શુ ?

    સાન્જ નહિ પડૅ ?

    -કવિ શ્રી. જયંત પલાણ

  5. એમનો જન્મદિવસ – Dec 28,1924.
    મારી પાસે વધુ માહિતી કે એમની બીજી રચનાઓ નથી.–>

  6. વિવેકની વાત ખરી છે, બહુ જ સરસ ગીત છે.

    ઊઠી મારા પ્રીત-પટોળે મોરપિચ્છની ભાત … અદભૂત વાત !

    આ જયંત પલાણ છે કોણ ? કોઈ વધુ જાણે છે એમના વિષે ?

  7. ગામ એક વાંસળી કાયા કનકકેરી,
    મોરપિંછ માથે રે લગાયો……
    તંબૂર રૂપે મોહન મ્હાર ઘર આયો !….કાવ્ય
    યાદ આવ્યું !અભિનંદન જયંતભાઇ અને…
    જયશ્રી બહેનને..નારીને નમન જ હોય !

  8. પહેલો વાર તે રાણાનો…. પહેલી જ પસંદગી ઘણી સુંદર અને હૃદયસ્પર્શી… બ્લોગ જગતમાં આપનું હાર્દિક સ્વાગત અને શુભેચ્છાઓ…. આ રેસમાં અંત સુધી ટકી રહો એવી અંતરેચ્છા!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *