શ્યામસુંવાળું
સીસમ જેવું અંધારું
કિરણની કરવતથી વ્હેરાય
રજ રજ અજવાળું થૈ ખરે
પવનમાં ઊડે
પાંદડે બેસી ફરફરે !
પતંગિયાની પાંખો ઉપર તરે,
પાણીમાં બૂડે
રેતકણોમાં તળિયે ચળકે
મીન થઈને સળકે
આભ થઈને પથરાય
કીકીના કાજળમાં કલવાય
ટપકું થૈને ઝળકે!
– જયંત પાઠક
આ – “કલવાય” – શબ્દ મને બહુ ન સમજાયો
તેનો અર્થ “શ્યામવર્ણુ” કે “કાળુ” થઈ જવું કે બની જાવું તેવો તો નથી ને ?
વિગતવાર વિસ્લેશણ કરી આપવા વિનંતી છે.
કીકીના કાજળમાં કલવાય
ટપકું થૈને ઝળકે!
અજવાલા-સરસ વિભવના