તારી નજરમાં જ્યારે અનાદર બની ગયો,
મંઝિલ વગરનો જાણે મુસાફર બની ગયો !
ફૂલોનું સ્વપ્ન આંખ માં આંજ્યાના કારણે,
હું પાનખરમાં કેટલો સુંદર બની ગયો ?
ક્યાં જઈ હવે એ સ્મિતની હળવાશ માણશું?
હૈયાનો બોજ આંખની ઝરમર બની ગયો !
મુક્તિ મળે છે સાંભળ્યું ચરણોનાં સ્પર્શથી,
રસ્તે હું એ જ કારણે પત્થર બની ગયો !
મારું મરણ ક્યાં એકલું મારું મરણ હતું ?
સંસાર, આંખ મીંચી તો નશ્વર બની ગયો !
– શ્યામ સાધુ
Nice
….ખુબ સુન્દેર અર્થ્સભર રચ્ન… વન્ચિ ને આનન્દ થયો. ઢન્ય્વદ્
મારું મરણ ક્યાં એકલું મારું મરણ હતું ?
સંસાર, આંખ મીંચી તો નશ્વર બની ગયો !
કોને ખબર , કોણ શુ બની ગયો ,ફુકી ચિતાથી
સાધુ ,સાધુ
An excellent Gazal by my favourite Poet, Shyam Sadhu.
શબ્દોની ઝાળ ભેદતાં લાગે કે તક સાધુ છે,
પણ સત્ય છે, સુંદર છે. શ્યામ છે, સાધુ છે,
ભાવ ભરી સરસ ગઝલ માટે આભાર.
જોડણી સુધારવા માટે વિનંતી..
ફુલોનું સ્વપ્ન…. નહીં કે ફૂલોનું સ્વપ્ન….