રોજે મનમાં સવાલ થાતો કોણ રમી ગયુ ગેમ !
આખેઆખા અઠવાડિયામાં એક જ રવિવાર કેમ ?
સવારમાં તો સ્કૂલે જાવું બપોર પછી હોય ટ્યુશન
ગજા બહારનું લેશન દેવું થઈ ગઈ છે આ ફેશન
પડ્યો પડ્યો સુકાઈ જાવાનો ‘બચપણ’ નામનો ડેમ
રોજે મનમાં સવાલ થાતો……
ભણવું ભણવું ભણવું ભણવું બીજી નહીં કોઈ વાત
હવે તો ભણતર નામે સાલો લાગે છે આઘાત
ડિક્શનેરીમાંથી ભૂંસાઈ જાશે હૂંફ, લાગણી ને ‘પ્રેમ’
રોજે મનમાં સવાલ થાતો……
સાચી અને વેધક વાતની સુન્દર રજૂઆત છે
સુંદર રચના…
પણ અભિવ્યક્તિ બાળકની ઉંમરથી ‘મોટી’ લાગે છે અને મોટેરાંઓની ઉંમરથી થોડી ‘નાની’ લાગે છે…
સર્વ વાર મા મને સનિવાર ગમે ચ્હે. અએ કવિતા હોય તો ક્યારેક મુકજોૂ
સવારમાં તો સ્કૂલે જાવું બપોર પછી હોય ટ્યુશન
ગજા બહારનું લેશન દેવું થઈ ગઈ છે આ ફેશન
પડ્યો પડ્યો સુકાઈ જાવાનો ‘બચપણ’ નામનો ડેમ
સરસ અભિવ્યક્તી
અહીં તો શનિ-રવિ બે રજાઓ હોય છે!
ભણવું ભણવું ભણવું ભણવું બીજી નહીં કોઈ વાત
હવે તો ભણતર નામે સાલો લાગે છે આઘાત
વિધાર્થીઓ/બાળકો ની લાગણીઓની સુંદર રજુઆત…..
‘મુકેશ’
ડિક્શનેરીમાંથી ભૂંસાઈ જાશે હૂંફ, લાગણી ને ‘પ્રેમ’
ગીતના લયમાં સુંદર કવિતા !