હાલાં રે હાલાં – મેઘલતા મહેતા (બાળદિનની શુભેચ્છાઓ)

થોડા વખત પહેલા જાણીતા કવયિત્રી, અને બે-એરિયાના ગુજરાતી સાહિત્યવર્તુળમાં અમારા સૌના વડીલા એવા શ્રીમતી મેઘલતાબેન મહેતાએ આપણી વચ્ચેથી વિદાય લીધી. એમની કેટલીક રચનાઓ આપણે ટહુકો પર અગાઉ માણી ચૂક્યા છે. (https://tahuko.com/?cat=528). ગયા વર્ષે ‘મળવા જેવા માણસ’ શ્રુંખલામાં પ્રસ્તુત એમના વિષેની વાતો આપ અહીં માણી શકશો (https://gujaratisahityasangam.wordpress.com/2014/07/21/meghalataben-mehta/)

એમણે મારી દિકરીમાટે જે હાલરડાં અને બાળગીતોની સીડી આપી હતી, એ અમારા સૌ માટે એક અણમોલ સંભારણું છે. એમાથી એક હાલરડું અહિં રજૂ કરું છું. એમના પોતાના અવાજમાં.. મેઘલતા આંટી, We are missing you!

અને હા, આ હાલરડાંની સૌથે સૌ બાળમિત્રોને, આપણી અંદરથી જવાની ધરાર ‘ના’ પાડતા બાળકને પણ – બાળદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!

સ્વર – સ્વરાંકન – કવિ : મેઘલતા મહેતા

meghlata_mehta

હાલાં રે હાલાં, બેનીને ઝૂલા લાગે વ્હાલા
હાલાં રે હાલાં, બેનીને ઝૂલા લાગે વ્હાલા
ઝૂલામાં ઝૂલાવું, બેનીને હેતે હુલાવું

હાલાં રે હાલાં, બેનીને મમ્મા લાગે વ્હાલા
મમ્માને બોલાવું, બેનીને કુકી કેક ખવરાવું

હાલાં રે હાલાં, બેનીને પપ્પા લાગે વ્હાલા
પપ્પાને બોલાવું, બેનીને સ્ટોરીયું સંભળાવું

હાલાં રે હાલાં, બેનીને માસી લાગે વ્હાલા
માસીને બોલાવું, બેનીને હાલરડાં ગવરાવું

હાલાં રે હાલાં, બેનીને મામા લાગે વ્હાલા
મામાને બોલાવું, બેનીને હિંડોળે હિંચાવું

હાલાં રે હાલાં, બેનીને મામા લાગે વ્હાલા
મામાને બોલાવું, બેનીને હિંડોળે હિંચાવું

હાલાં રે હાલાં, બેનીને કાકા લાગે વ્હાલા
કાકાને બોલાવું, બેનીને ખોળે બેસારું

હાલાં રે હાલાં, બેનીને ફોઇબા લાગે વ્હાલા
ફોઇબાને બોલાવું, બેનીના નામ પડાવું

હાલાં રે હાલાં, બેનીને દાદા-દાદી વ્હાલા
દાદા-દાદીને બોલાવું, બેનીને લાડ લડાવું

હાલાં રે હાલાં, બેનીને નાના-નાની વ્હાલા
નાના-નાની બોલાવું, બેનીને ઝબલાં-ટોપી અલાવું

હાલાં રે હાલાં, બેનીને ઝૂલા લાગે વ્હાલા
ઝૂલામાં ઝૂલાવું, બેનીને હેતે હુલાવું

– મેઘલતા મહેતા

3 replies on “હાલાં રે હાલાં – મેઘલતા મહેતા (બાળદિનની શુભેચ્છાઓ)”

  1. મેઘલતાબેનના આત્માને શાન્તિ મળે એવી પ્રભુને પ્રાથના.

  2. Jayshreeben! Thank you so much for posting this lovely Halardu:)) for few minutes I felt her physical presence and the sweetness of her lovely voice:)) I miss her so much! God bless you! You are doing a wonderful job!

  3. મારી “નાની” ( કે) ” દાદી” ( સંબંધો ની આટીઘુંટી માં ક્યાં પડી છે એ) વિસ્મય ભરેલી આંખોમાં હું ખોવાઉં છું ત્યારે વેડફાયેલા સમયની વેદના સિવાય બીજું કશું જ મારી પાસે હોતું નથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *