જીવનભરનાં તોફાન ખાળી રહ્યો છું – મરીઝ

ઘણા વખતથી… (આમ તો ચાર વર્ષથી) ટહુકો પર ગૂંજતી મરીઝ સાહેબની આ સદાબહાર ગઝલ….. આજે પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વર-સ્વરાંકન સાથે ફરી એકવાર…!!

સ્વર – સ્વરાંકન : પુરુષોત્તમ ઉપાધ્યાય

______________________

Posted on: February 4, 2007

સ્વર : મનહર ઉધાસ

tofan

.

જીવનભરનાં તોફાન ખાળી રહ્યો છું,
ફકત એના મોઘમ ઈશારે ઈશારે.
ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું,
છે મારી પ્રતીક્ષા કિનારે કિનારે.

અહીં દુ:ખની દુનિયામાં એક રંગ જોયો,
ભલે સુખનું જગ હો પ્રકારે પ્રકારે.
સુજનની કબર કે ગુનેગારની હો,
છે સરખી ઉદાસી મઝારે મઝારે.

હૃદય મારું વ્યાપક, નજર મારી સુંદર,
કલા મારી મોહક વિચારે વિચારે.
નથી આભને પણ કશી જાણ એની,
કે મેં ચાંદ જોયા સિતારે સિતારે.

અમારાં બધાં સુખ અને દુ:ખની વચ્ચે,
સમયના વિના કંઈ તફાવત ન જોયો.
બધીયે મજાઓ હતી રાતે રાતે,
ને સંતાપ એનો સવારે સવારે.

નથી ઝંખના મારી ગમતી જો તમને,
તો એનું નિવારણ તમારું મિલન છે.
તમે આમ અવગણના કરતા જશો તો,
થતી રહેશે ઈચ્છા વધારે વધારે.

અમસ્તો અમસ્તો હતો પ્રશ્ન મારો,
હકીકતમાં કોની છે સાચી બુલંદી.
જવાબ એનો દેવા ઊઠી આંગળીઓ,
તમારી દિશામાં મિનારે મિનારે.

જગતમાં છે લ્હાવા કદમ પર કદમ પર,
ફકત એક શરત છે ગતિમાન રહેવું.
નવા છે મુસાફિર વિસામે વિસામે,
નવી સગવડો છે ઉતારે ઉતારે.

મરણ કે જીવન હો એ બંને સ્થિતિમાં,
‘મરીઝ’ એક લાચારી કાયમ રહી છે.
જનાજો જશે તો જશે કાંધે કાંધે,
જીવન પણ ગયું છે સહારે સહારે.

( કવિ પરિચય )

( આભાર : ઇન્દ્રવદન મિસ્ત્રી )

41 replies on “જીવનભરનાં તોફાન ખાળી રહ્યો છું – મરીઝ”

  1. આવુ સુન્દર ગીત લખનાર કવિ સદાય યાદ રહેશે.

  2. અદભુત સરસ એક એવિ ગઝલ જે દર્દ ને સમેતવામા કામ લાગે દર્દ ભુલાવિ દે

  3. કવિશ્રીને સલામ, સરસ ગઝલ અને સ્વરાંકન પણ સરસ સાંભળવાની વાર્ંવાર ઈચ્છા થયા કરે છે…………..

  4. મરીઝ સા’બ એવા કવિ છે જેમની તમામ રચનાઓ સહજ ગમી જાય… આ કેવડી મોટી સિધ્ધિ કહેવાય ! કવિને વંદન

  5. વાહ…ભાઈ…વાહ….શું મિજાઝ છે..કવિનો…મઝા આ ગયા….!!!!. એમાંય પાછો “પુરુષોત્તમ દાદા નો સુરીલો અવાજ જાણે સોના માં સુગંધ ભળી…..જયશ્રી તેરા ભી જવાબ નહી….સુગમ નાં દરિયા માંથી વિણી-વિણી ને આવા સુન્દર મજાના મોતી લાવે છે.

  6. ખુબ સુન્દર ગઝલ …મજા આવી ગઈ..ફરી વાર સાંભળી મજા આવી વધારે વધારે..!!

  7. CH.JAYSHREEBEN,FARI VAAR MARZ NI GAZAL ,MANHARBHAI NA KANTHE SAMBHALVANI MAZA PADI..EKDAM SOBER /SPAST YATHART SHABDO… KOI PAN SAMBHALINE AANAND MANI ,SAMJINE…LAGNI SABHAR THAIJAY…MAZA PADI GAI…AME ROJ TAHUKO NI RAAH JOITE CHHIYE DAR ROJ AAVSHO TO MAZA PADIJAY….AME TAHUKONE HAMMESHA YAAD KARIYE CHHIYE…AMITBHAI MAZAMA HASHEJ..E SAVALAJ NATHI NR…JAYSHREE KRISHNA…RANJIT ANE INDIRA…

  8. પુરુશોત્ત્મભાઈની ગાયકી…અને મરીઝ્….ભળે એટ્લે…પુરણપોળીમાં ઘી….!!!

  9. ગઝલ સાભળવાની ખૂબ મઝા આવી,શબ્દો અને સ્વર બંને ય સુંદર.
    – સુધીર

  10. We greatly enjoyed the જીવનભરનાં તોફાન ખાળી રહ્યો છું…after a long time. Many thanks – Jayshree & Amit.
    Mohan Vadgama
    Camp: London

  11. જીવનભરનાં તોફાન ખાળી રહ્યો છું,
    ફકત એના મોઘમ ઈશારે ઈશારે.
    ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું,
    છે મારી પ્રતીક્ષા કિનારે કિનારે.

    નથી ઝંખના મારી ગમતી જો તમને,
    તો એનું નિવારણ તમારું મિલન છે.
    તમે આમ અવગણના કરતા જશો તો,
    થતી રહેશે ઈચ્છા વધારે વધારે.

    મરણ કે જીવન હો એ બંને સ્થિતિમાં,
    ‘મરીઝ’ એક લાચારી કાયમ રહી છે.
    જનાજો જશે તો જશે કાંધે કાંધે,
    જીવન પણ ગયું છે સહારે સહારે.

    Awesome…

  12. jindgi ni vastvikta,gatishilta ni anivaryata ane jivan taraf no sahajta no drashti kon. atishay sunder. bahu lamba samay thi aakhi gazal vanchvi hati,aje khub j anad thayo.

  13. પુરુષોત્તમભાઈના સ્વરમા આ જ ગઝલ અલગ મેઇલ દ્વારા મોકલુ છુ. બહુ મઝા આવશે.

  14. આ શબ્દો ઉપર ની ગઝલ ને મલતા આવે છે. શુ આ પણ મરિ ની જ ગઝલ છે ?……..

    જુદિ જિન્દગિ છે મિજાજે મિજાજે
    ને જુદિ બન્દગિ છે નમાજે નમાજે
    આવે મોત સરખુ દરેક નુ એકજ
    પણ લાશ છે જુદિ જનાજે જનાજે
    દિવાના ઘણા છે આ આખિ આલમ મા
    પણ થાય પ્રિત જુદિ મલાજે મલાજે

  15. જુદિ જિન્દગિ છે મિજાજે મિજાજે
    ને જુદિ બન્દગિ છે નમાજે નમાજે
    આવે મોત સરખુ દરેક નુ એકજ
    પણ લાશ છે જુદિ જનાજે જનાજે
    દિવાના ઘણા છે આ આખિ આલમ મા
    પણ થાય પ્રિત જુદિ મલાજે મલાજે

  16. અમારાં બધાં સુખ અને દુ:ખની વચ્ચે,
    સમયના સમયના સમયના સમયના સમયના વિના કંઈ તફાવત ન જોયો.

    ગાતા રહે દિલ્,,,,,,,,,,,,,,,,,,,,,એમના મોઘમ ઈશારે….ઈશારે,,,,,,

  17. જીવનભરનાં તોફાન ખાળી રહ્યો છું,
    ફકત એના મોઘમ ઈશારે ઈશારે.
    ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું,
    છે મારી પ્રતીક્ષા કિનારે કિનારે.

    ઇશ્વર્ ની આનાથી કેવી…પ્રતિતિ હોઇ શકે…..?

  18. મરણ કે જીવન હો એ બંને સ્થિતિમાં,
    ‘મરીઝ’ એક લાચારી કાયમ રહી છે.
    જનાજો જશે તો જશે કાંધે કાંધે,
    જીવન પણ ગયું છે સહારે સહારે.
    બે ક રા રી…..અદ ભુત્…..

  19. ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું,
    છે મારી પ્રતીક્ષા કિનારે કિનારે. …………વાહ વાહ વાહ

    નથી આભને પણ કશી જાણ એની,
    કે મેં ચાંદ જોયા સિતારે સિતારે…………………………

    નથી ઝંખના મારી ગમતી જો તમને,
    તો એનું નિવારણ તમારું મિલન છે.

    તમે આમ અવગણના કરતા જશો તો,
    થતી રહેશે ઈચ્છા વધારે વધારે……………………………

    નવા છે મુસાફિર વિસામે વિસામે,
    નવી સગવડો છે ઉતારે ઉતારે.

  20. This Gazal is my favorite since more then two decades! It is very touchy. The depth of feelings are so transperant in almost all Gazals of Mariz.

  21. આ ગઝલ કદાચ, મરીઝની બીજી કોઈ પણ ગઝલથી વધારે મારી પ્રિય છે. આમાં લય, શબ્દોની સહજતા અને ગહનતા – અદભૂત જ છે. વાહ!

    જગતમાં છે લ્હાવા કદમ પર કદમ પર,
    ફકત એક શરત છે ગતિમાન રહેવું.
    નવા છે મુસાફિર વિસામે વિસામે,
    નવી સગવડો છે ઉતારે ઉતારે.

    હિમાંશુ ભટ્ટ્.

  22. આ ગઝલ સંભળાય છે પણ આખી નહી, પ્લીઝ ચેક કરોને, આ અતિ સુંદર ગઝલ છે માટે આખી સાંભળી શકીએ તો ખૂબ જ મજા પડી જાય!!!

  23. i’ve heard this ghazal sung by both manahar udhas n by jagjit singh..both r gr8 singers but still mr udhas’s composition wins here n makes this, one of my faovourite ghazals, more touchy…cheers n thanks….

  24. જનાજો જશે તો જશે કાંધે કાંધે,
    જીવન પણ ગયું છે સહારે સહારે.
    Very true. Aa lachaari to kaayam j rehvaani..!!!
    નથી ઝંખના મારી ગમતી જો તમને,
    તો એનું નિવારણ તમારું મિલન છે.
    તમે આમ અવગણના કરતા જશો તો,
    થતી રહેશે ઈચ્છા વધારે વધારે.
    Wonderful..!! So sweet..!!

  25. આનંદમય ગઝલ આભાર જયશ્રી
    હર્ષદ જાંગલા
    એટલાન્ટા
    યુ એસ એ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *