સ્વપ્નમાં તું કોઇ’દી આવી મને મળ તો ખરી – અમિત ત્રિવેદી

એ ભલે લાંબા સમયથી બંધ હો પણ આખરે,
એક પગરવ માત્ર પગરવ બારણાં ખોલી જશે

સ્વપ્નમાં તું કોઇ’દી આવી મને મળ તો ખરી
તું દરિયામાં ડૂબતો માણસ બચાવી પણ શકે

હસ્તરેખાઓ જો બદલી ના શકે તો શું થયું?
શક્ય છે કે એક ટહુકો આયખું બદલી શકે

મારા માટેની બધાની લાગણીને જાણવા
એક પળ મૃત્યુ પછીની જીવવા તું આપજે

12 replies on “સ્વપ્નમાં તું કોઇ’દી આવી મને મળ તો ખરી – અમિત ત્રિવેદી”

  1. હસ્તરેખાઓ જો બદલી ના શકે તો શું થયું?
    શક્ય છે કે એક ટહુકો આયખું બદલી શકે

    ખુબ જ સરસ. Appealing words.

  2. હસ્તરેખાઓ જો બદલી ના શકે તો શું થયું?
    શક્ય છે કે એક ટહુકો આયખું બદલી શકે

    મનની ઝંખનાની નિરાળી રજુઆત.

  3. હસ્તરેખાઓ જો બદલી ના શકે તો શું થયું?
    શક્ય છે કે એક ટહુકો આયખું બદલી શકે

    વાહ ! ખૂબ જ સુઁદર ગઝલ. અમિતભાઈની વધુ રચના માણવા મળશે ? – નિખિલ જાની

  4. હસ્તરેખાઓ જો બદલી ના શકે તો શું થયું?
    શક્ય છે કે એક ટહુકો આયખું બદલી શકે

    કેટલી સાચી વાત છે..

  5. સુન્દેર The last stanza tops it all – to live a little longer after death to know what good things people say about one….. wouldn’t it be great if we could hear it while alive?

  6. સ્વપ્નમાં તું કોઇ’દી આવી મને મળ તો ખરી
    તું દરિયામાં ડૂબતો માણસ બચાવી પણ શકે
    વાહ્

  7. આખી ગઝલ સુન્દર! મત્લો ખૂબ સરસ! અજબ શ્રધ્ધા!
    વિવેક ની વાત સાથે સહમત છુ.(couldn’t figure out how to give anuswar to chhu!)

    અમિતભાઈ, અભિનન્દન!

    કલ્પક

  8. હસ્તરેખાઓ જો બદલી ના શકે તો શું થયું?
    શક્ય છે કે એક ટહુકો આયખું બદલી શકે

    -વાહ ! આ મજેદાર શેર તો આ વેબસાઈટ માટે જ લખાયો હોય એમ લાગે છે… એક ટહુકો આયખું બદલી શકે… ક્યા બાત હૈ !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *